<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 10th January 2026

મુખ્‍યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત

 

ઢેઢુકી એપ્રોચ રોડનું ખાતમુહૂર્ત યોજાયું: (ધર્મેશ કલ્‍યાણી દ્વારા) જસદણઃ શ્રમ, કૌશલ્‍ય વિકાસ અને રોજગાર, ગ્રામ વિકાસને લગતી બાબતોના મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્‍તે વિછીયા ખાતે મુખ્‍યમંત્રી ગ્રામ સડક યોજના ૨૦૨૪-૨૫ અંતર્ગત રિસર્ફેસિગ ઓફ એમ.ડી.આર.થી ઢેઢુકી એપ્રોચ રોડનું  અઢી કરોડના ખર્ચે ખાતમુહૂર્ત કરવામાં આવ્‍યું હતું. આ કામગીરી અંતર્ગત ૩.૧૦૦ કિલોમીટર લંબાઈમાં ત્રણ લેયર ડામરકામ (બી.યુ.એસ.જી., બી.એમ. અને એમ.એસ.એસ) કરવામાં આવશે. તેમજ રસ્‍તામાં આવતી ગોળાઈને ૫.૫૦ મીટર પહોળાઈમાં વાઈડનિગ કરવાનું આયોજન છે. આ ઉપરાંત ઢેઢુકી ગામમાં ૬૫૦ મીટર લંબાઈમાં ૫.૨૦ મીટર પહોળાઈનો સી.સી. રોડ, ૧૦૬ મીટર લંબાઈની પ્રોટેક્‍શન વોલ, સાઈડ સોલ્‍ડર માટીકામ, રોડ ફર્નિચર તથા થર્મોપ્‍લાસ્‍ટિક પટ્ટાનું કામ પણ કરવામાં આવશે. આ પ્રસંગે મંત્રીશ્રીએ ઉપસ્‍થિત જનસમૂહને પ્રેરક પ્રવચન આપતાં જણાવ્‍યું હતું કે, ગ્રામ્‍ય માર્ગ વિકાસથી ગ્રામ્‍ય અર્થતંત્રને નવી ગતિ મળે છે. આ કામ પૂર્ણ થતા વાહન વ્‍યવહાર વધુ સુલભ બનશે.કાર્યક્રમમાં  વિછીયા માર્કેટિગ યાર્ડના ચેરમેન કડવાભાઈ જોગરાજીયા, ભાજપના આગેવાનો, કાર્યકરો અધિકારીશ્રીઓ તેમજ મોટી સંખ્‍યામાં નાગરિકો ઉપસ્‍થિત રહ્યા હતા.

(11:25 AM IST)