News of Saturday, 10th January 2026
રૂ.૭૫ લાખના ખર્ચે નિર્માણ પામનારા બંધાળી-વનાળા-સનાળા રોડનું ભૂમિપૂજન
વિંછીયામાં અંદાજે રૂ. ૬.૫૦ કરોડના ખર્ચે અદ્યતન લાયબ્રેરી બનાવવાની જાહેરાત

(ધર્મેશ કલ્યાણી દ્વારા) જસદણ, તા. ૧૦: વિંછીયા તાલુકાના બંધાળી ગામમાં કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ એમ બાવળીયાએ અંદાજે રૂ. ૭૫ લાખના ખર્ચે નિર્માણ પામનારા સુવિધાપથ બંધાળી-વનાળા-સનાળા સી.સી. રોડનું ભૂમિપૂજન કર્યું હતું. આ પ્રસંગે મંત્રી કુંવરજીભાઈએ જણાવ્યું હતું કે ગુજરાત સરકાર પ્રજાહિત અર્થે સતત ચિંતિત છે. જસદણ અને વિંછીયા પંથકમાં શિક્ષણ, આરોગ્ય, પીવાનું પાણી, સિંચાઈ, રસ્તા જેવી પાયાની જરૂરિયાતોના મોટા ભાગના વિકાસ કામો પૂર્ણ થઈ ચૂકયા છે.
યુવાનો અને મહિલાઓ આત્મનિર્ભર બને, તે માટે પણ સરકાર પ્રયાસશીલ છે. જસદણ-વિંછીયા તાલુકાના યુવાનોને સરળતાથી રોજગારી મળી રહે, તે હેતુસર તેઓના કૌશલ્ય વિકાસ માટે સર્ટીફીકેટ કોર્સ, તાલીમો અને રોજગાર મેળાઓ યોજવામાં આવી રહ્યા છે. ઉપરાંત, વિંછીયામાં અંદાજે રૂ. ૬.૫૦ કરોડના ખર્ચે અદ્યતન લાયબ્રેરી બનશે, જે યુવાનોને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવા માટે ઉપયોગી થશે.આ કાર્યક્રમમાં મદદનીશ ઇજનેર શ્રી તેજસભાઈ ચૌહાણે શાબ્દિક સ્વાગતમાં રસ્તાના કામની વિગતો આપી હતી. અગ્રણી શ્રી લાલભાઈ ગઢવીએ કાર્યક્રમનું સંચાલન કર્યું હતું. આ નાયબ મામલતદાર દિનેશભાઈ આચાર્ય, અગ્રણીઓ મુકેશભાઈ સેદાણી, કાળુભાઈ તલાવડીયા સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતાં.
(11:29 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
