News of Saturday, 10th January 2026
સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણીનો કચ્છમાં ભારે ઉત્સાહ: આજે ભુજમાં ભૂતનાથ મહાદેવ મંદિરે શૈલેષ જાનીનું સળંગ ૧૧ કલાક નોબતવાદન
૧૦૧ બાલિકાઓનું પૂજન, ૫૦૦ લીટર દૂધ વડે ભોળાનાથનો અભિષેક, ૧૦૧ ઢોલીઓના ઢોલના નાદે મહાદેવની મહાઆરતી, લોકોને જોડાવવા ભુજ શહેર ભાજપનું જાહેર આમંત્રણ

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૧૦ : સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણીના ભાગરૂપે આજ રોજ ભુજ ખારી નદી સ્થિત ભૂતનાથ મહાદેવ મંદિરે પ્રસિદ્ધ નોબત વાદક શૈલેષભાઈ જાની દ્વારા પ્રાતઃ કાળથી સાંજે સંધ્યા આરતી સુધી સતત અવિરત ૧૧ કલાક સુધી અખંડ નોબત વાદન કરવામાં આવશે. આ ઉપરાંત સમગ્ર દિવસ દરમિયાન કચ્છ ગુજરાતના નામાંકિત કલાકારો દ્વારા સંતવાણી તથા લોક ડાયરો પણ રજૂ કરવામાં આવશે.
આ ઐતિહાસિક અવસરે ૧૦૧ ભૂદેવો દ્વારા ૫૦૦ લિટર દૂધથી દેવાધિદેવ મહાદેવ પર રુદ્રાભિષેક કરવામાં આવશે તેમજ ૧૦૧ બાલિકાઓનું કન્યા પૂજન પણ કરવામાં આવશે. વધુમાં આ પ્રસંગે ૧૦૧ કચ્છી ઢોલીઓ દ્વારા ઢોલ ના તાલે ભવ્ય મહા આરતી પણ કરવામાં આવશે તો આ અદભુત અવસરે સર્વે ભુજવાસીઓને મોટી સંખ્યામાં જોડાવા ભુજ શહેર ભાજપ દ્વારા જાહેર આમંત્રણ પાઠવવામાં આવે છે.
(1:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
