તા. ૨ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૬ બુધવાર
News of Saturday, 10th January 2026
દેવભૂમિ દ્વારકા જીલ્લાના ભાણવડ નજીક કારમાં આગ : મુસાફરોએ કૂદકો માર્યો : જુઓ વિડીયો
સમયસૂચકતા ન વાપરી હોત તો મોટી કરૂણાંતિકા સર્જાત : હાઈવે પર લાગેલી આગને જોઈને વાહનચાલકો થંભી ગયા અને લોકોના ટોળા ઉમટ્યા

(કૌશલ સવજાણી દ્વારા)ખંભાળિયા તા.૧૦ : દેવભૂમિ દ્વારકા જીલ્લાના ભાણવડ નજીક એક કારમાં અચાનક આગ લાગતા દોડધામ મચી ગઈ હતી જોતજોતામાં આકાશમાં ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા
પેટ્રોલ પંપની બિલકુલ નજીક આગની ઘટના બનતા લોકોના જીવ તાળવે ચોંટ્યા હતા.કાર સળગતી જોઈ મુસાફરોએ કૂદકો માર્યો હતો.સમયસૂચકતા ન વાપરી હોત તો મોટી કરૂણાંતિકા સર્જાત.
હાઈવે પર લાગેલી આગને જોઈને વાહનચાલકો થંભી ગયા અને લોકોના ટોળા ઉમટ્યા હતા.શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન છે.મોટી દુર્ઘટના ટળતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.
(1:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
