News of Saturday, 10th January 2026
આણંદના અપહરણ કેસનો આરોપી કિશોરી સાથે જુનાગઢની હોટલમાંથી ઝડપાઇ ગયો

જુનાગઢ તા.૧૦: આણંદ વિધાનગર પો.સ્ટે. ખાતે દાખલ થયેલ અપહરણના ગુન્હાના કામે આરોપી તથા ભોગબનનારની તપાસમાં હોય દરમ્યાન ટેકનીકલ સોર્સ તથા હ્યુમન ઇન્ટેલીજન્સના આધારે માહિતી મળેલ કે, ઉપરોકત ગુનામાં સંડોવાયેલ આરોપી તથા ભોગ બનનાર જુનાગઢ શહેર વિસ્તારની હોટલોમાં રોકાયેલ હોય જે હકિકત આધારે જુનાગઢ શહેરની હોટલો ચેક કરતા ત્રીમુર્તી હોસ્પીટલ પાસે આવેલ ધ પિકનીક હોટલમાં તપાસ કરતા હોટલના રૂમ નં.૧૦૮ માંથી ઉપરોકત ગુનામાં સંડોવાયેલ આરોપી મો.અહમદ રહે. મદરીયા, ગોરખપુર, ઉતરપ્રદેશવાળો તથા ભોગ બનનાર કિશોરી મળી આવતા બન્નેને હસ્તગત કરી આગળની કાર્યવાહી અર્થે બી ડીવીઝન પો.સ્ટે. ને સોંપી આપેલ છે.
એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સ આર. કે. પરમાર એ.એસ.આઇ. વિક્રમભાઈ ચાવડા તથા પો.હેડ કોન્સ. મેણસીભાઇ અખેડ તથા પો.કોન્સ. ખીમાણંદભાઇ સોલંકી તથા ડ્રા.પો.કોન્સ. પરબતભાઇ દિવરાણીયા વિગેરે સ્ટાફ આ કામગીરીમાં જોડાયેલ હતો.
(12:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
