News of Saturday, 10th January 2026
નલીયા ૬.૪, ગિરનાર ૬.૫, અમરેલીમાં ૮.૪ ડિગ્રી ઠંડી
ઠંડીમાં ઠુંઠવાતા સોૈરાષ્ટ્ર- કચ્છના લોકોઃ લઘુતમ તાપમાનનો પારો નીચે ઉતરવા લાગ્યો

રાજકોટ તા.૧૦ઃ રાજકોટ સહિત સોરાષ્ટ્ર- કચ્છમાં ટાઢોડુ યથાવત છે. આજે નલીયા ૬.૪, ગિરનાર ૬.૫, અમરેલી ૮.૪, રાજકોટ અને જામનગરમાં ૧૦ ડિગ્રી લઘુતમ તાપમાન નોîધાયુ છે.
જુનાગઢ
(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા.૧૦ઃ આજે સતત બીજા દિવસે પણ ગિરનાર પર ૬.૫ ડિગ્રી ઠંડી રહી હતી.
પહેલા બે દિવસથી જુનાગઢ સહિત સોરઠમાં શરૂ થયેલું કાતિલ ઠંડીનું મોજુ આજે પણ યથાવત રહ્નાં હતું. જેના પરિણામે ગિરનાર પર્વત પર સવારે લઘુતમ તાપમાન ૬.૫ ડિગ્રી નોંધાયું હતું. સતત બે દિવસથી ગીરનાર પર્વત ઉપર કાતિલ ઠંડી પડી રહી હોવાથી પર્વતીય વિસ્તાર ઠંડોગાર થઈ ગયો છે.જુનાગઢ શહેરમાં પણ આજે સવારે લઘુતમ તાપમાન ૧૧.૫ ડિગ્રી રહ્નાં હતું જોકે આજે સવારે વાતાવરણમાં ભેજ ઘટીને ૫૨ ટકા થઈ ગયો હતો. પરંતુ ઠંડી વધવાથી લોકોની મુશ્કેલી વધી હતી સવારે ૬.૫ કિલોમીટરની ઝડપે ઠંડો પવન ફૂંકાયો હતો. છેલ્લા બે દિવસથી પડી રહેલી કાતિલ ઠંડીના કારણે જનજીવન પર અસર થવા પામી છે.
જામનગર
(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગરઃ બાજરા સંશોધન કેન્દ્ર જામનગર તરફથી મળેલ તાપમાનની વિગત જાઇઍ તો લઘુતમ તાપમાન ૧૦, મહતમ તાપમાન ૨૩.૫, ભેજનું પ્રમાણ ૬૩„, પવનની ગતિ ૫.૭ કિ.મી. રહી હતી.
કયાં કેટલી ઠંડી
શહેર લઘુતમ તાપમાન
ગિરનાર ૬.પ ડીગ્રી
અમદાવાદ ૧૨.૧ ડીગ્રી
અમરેલી ૮.૪ ડીગ્રી
બરોડા ૧૩.૬ ડીગ્રી
ભાવનગર ૧૩.૪ ડીગ્રી
ભુજ ૧૦.૨ ડીગ્રી
દમણ ૧૬.૦ ડીગ્રી
ડીસા ૧૦.૪ ડીગ્રી
દીવ ૧૪.૫ ડીગ્રી
દ્વારકા ૧૩.૮ ડીગ્રી
ગાંધીનગર ૧૦.૫ ડીગ્રી
જામનગર ૧૦.૦ ડીગ્રી
કંડલા ૧૨.૬ ડીગ્રી
નલિયા ૬.૪ ડીગ્રી
અોખા ૧૭.૩ ડીગ્રી
પોરબંદર ૧૧.૧ ડીગ્રી
રાજકોટ ૧૦.૦ ડીગ્રી
સુરત ૧૪.૬ ડીગ્રી
વેરાવળ ૧૪.૯ ડીગ્રી
(1:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
