તા. ૧૦ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૪ ગુરૂવાર
News of Saturday, 10th January 2026
દ્વારકા જીલ્લામાં ટેકાના ભાવે મગફળીની ખરીદી પુર્ણતાના આરેઃ ૧૧૦૦ કરોડથી વધુ ખરીદી

ખંભાળીયા, તા., ૧૦: દેવભુમી દ્વારકા જીલ્લામાં ટેકાના ભાવે મગફળીના ખરીદી કેન્દ્રો જુદી જુદી સહકારી સંસ્થાઓ દ્વારા શરૂ કરાયેલા જેમાં ૯૦ ટકા જેટલુ ખરીદીનું કાર્ય પુર્ણ થયું છે.
દ્વારકા જીલ્લા ખેતીવાડી અધિકારી શ્રી સ્નેહલ ડઢાણીયાએ એક મુલાકાતમાં જણાવેલ કે રાજય સરકારની ગાઇડ લાઇન હેઠળ તથા જિલ્લા કલેકટરશ્રી રાજેશકુમાર તન્ના તથા જીલ્લા વિકાસ અધિકારી એ.બી.પાંડોરના માર્ગદર્શનમાં ૧પ ઉપરાંત સ્થળે ટેકાના ભાવે કેન્દ્રો ખોલવામાં આવેલા તથા ખેડુતોને તકલીફ ના થાય તે રીતે વ્યવસ્થા ગોઠવાઇ હતી.
ભાણવડમાં નવુ કેન્દ્ર શરૂ
મગફળી વેચાણ માટે રજીસ્ટર્ડ થયેલા મગફળીના ખેડુતોની મગફળીની ખરીદી પુર્ણ થતા ખંભાળીયાના ૬ કેન્દ્રો કલ્યાણપુરના પાંચ કેન્દ્રો તથા દ્વારકાના કેન્દ્રો બંધ કરવામાં આવ્યા છે. આ ત્રણ તાલુકામાં હવે ટેકાના ભાવની ખરીદી પુર્ણ થઇ ગઇ છે. જયારે ભાણવડ વિસ્તારમા ઢીલી ખરીદી હોવાને કારણે હજુ ઢગલાબંધ ખરીદી બાકી હોય ત્રણ પાટીયા પાસે બે ઉપરાંતના ત્રીજુ કેન્દ્ર પણ શરૂ કરાયું છે. જેથી મગફળી ખરીદીમાં ઝડપ થાય આ વખતે સાંસદ પુનમબેન માડમ તથા પુર્વ મંત્રીશ્રી મુળુભાઇ બેરાના પ્રયાસોથી ચાર કેન્દ્રોને બદલે સોળ કેન્દ્રો શરૂ થતા ખેડુતોએ શાંતીપુર્ણ વેચાણ કર્યુ હતું. તથા કતારો લાગી ન હતી. ૧૧૦૦ કરોડથી વધારે મગફળીની ખરીદી આ વખતે થઇ છે
(1:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
