તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Saturday, 10th January 2026
પોરબંદરમાં જુગાર રમતા ૪ શખ્સો ૨૦૬૦૦ની રોકડ સાથે ઝડપાયા

પોરબંદર, તા.૧૦: કોલેજના ગ્રાઉન્ડમાં જુગાર રમતા ૪ શખ્સોને ૨૦૬૦૦ની રોકડ સાથે પોલીસે પકડીને ગુન્હો નોંધ્યો છે.
એલ.સી.બી સ્ટાફના પેટ્રોલીંગમાં દરમ્યાન ASI ગોવિંદભાઈ મકવાણા તથા HE જીતુભાઈ દાસાને બાતમીને આધારે, બીરલા ફેકટરી સામે કોલેજના ગ્રાઉન્ડમાં જાહેરમાં જુગાર રમતા મુકેશ દેવાયતભાઇ મોરી, ભરતસિંહ મનુભા જેઠવા, રામા ઉર્ફે ભભન પાંચાભાઇ તથા ભીખુ જીવાભાઇ મકવાણાને ૨૦૬૦૦ની રોકડ સાથે પોલીસે પકડી લીધા હતા.
આ જુગાર પકડવાની કામગીરીમાં LCB IC PI શ્રી આર.કે.કાંબરીયા તથા ASI બટુકભાઇ વિંઝુડા, રાજેન્દ્રભાઇ જોષી, ગોવિંદભાઇ મકવાણા, ઉદયભાઇ વરૂ તથા HC ઉપેન્દ્રસિંહ જાડેજા, હીમાંશુભાઇ મક્કા, કુલદીપસિંહ જાડેજા, જીતુભાઇ દાસા, વિરેન્દ્રસિંહ પરમાર તથા WTIC નાથીબેન કુછડીયા તથા PC નટવરભાઇ ઓડેદરા તથા ડ્રા. TIC જગમાલભાઇ ભારવાડીયા વિગેરે રોકાયેલ હતા
(1:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
