પોરબંદરના શેઠશ્રી નાનજીભાઇ કાલિદાસભાઇએ સોમનાથ મંદિરના પુનઃનિર્માણમાં પ્રથમ આર્થિક યોગદાન આપેલું
સોમનાથ સ્વાભીમાન પર્વ દરમીયાન સોમનાથના ઇતિહાસમાં પોરબંદરના ભૂતકાળને ઇતિહાસકાર નરોતમભાઇ પલાણે વાગોળ્યો સોમનાથ મંદિરના પુનઃ નિર્માણ માટે તે સમયે સૌરાષ્ટ્રના મુખ્યમંત્રી ઉછરંગરાય ઢેબરે ફાળો એકત્ર કરવાની અપીલ કરતા સોમનાથ મંદિરના પુનઃ નિર્માણ માટે પ્રથમ ફાળો નોંધાવનાર પોરબંદર હતુઃ નરોતમભાઇ પલાણ

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા. ૧૦: સોમનાથ સ્વાભિમાન પર્વ - ૨૦૨૬ દરમિયાન સોમનાથ મંદિરનું પુનઃનિર્માણમાં પોરબંદરનું ગૌરવશાળી યોગદાન ને યાદ કરીને ઇતિહાસકાર નરોતમભાઈ પલાણે જણાવેલ કે સોમનાથ મંદિરના નવ નિર્માંણ હેતુ તે સમયે પોરબંદરના શેઠશ્રી નાનજીભાઇ કાલિદાસભાઇએ રૂા. એક લાખનુ પ્રથમ યોગદાન આપ્યું હતું.
ભારતીય સંસ્કળતિના રાષ્ટ્રીય સ્વાભિમાન અને અજેય આસ્થાના પ્રતીક સમાન પ્રથમ જ્યોર્તિલિંગ શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્યમાં ઉજવણી થઈ રહી છે. ત્યારે પોરબંદરના ઇતિહાસવિદ્દ નરોતમભાઈ પલાણે આ ગૌરવશાળી ઇતિહાસના પળષ્ઠો ખોલીને જણાવ્યું હતું કે, જાન્યુઆરી ૧૦૨૬માં મહેમુદ ગઝનવી દ્વારા સોમનાથ મંદિર પર આક્રમણ કરવામાં આવ્યું હતુ. આ ઘટનાને જાન્યુઆરી ૨૦૨૬માં બરાબર ૧૦૦૦ વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. ઇતિહાસકારો આ તારીખ ૬ જાન્યુઆરી હોવાનું જણાવે છે.
ઇતિહાસકાર નરોતમભાઇએ જણાવેલ કે સોમનાથનું પ્રથમ મંદિર લગભગ ૨૦૦૦ વર્ષ જૂનું છે. શરૂઆતના ૧૦૦૦ વર્ષ સુધી આ મંદિર અત્યંત સમળદ્ધ અને અતૂટ રહ્યું હતું, જેની ખ્યાતિ સાંભળીને ગઝનવીએ તેના પર આક્રમણ કર્યું હતું. જોકે, સોમનાથએ પ્રજાના સ્વાભિમાનનું પ્રતીક છે. દર વખતે મંદિર તોડવામાં આવ્યું ત્યારે પ્રજા અને રાજાઓએ મળીને તેને ફરીથી બેઠું કર્યું છે. વર્તમાન મંદિર એ આઠમી વખતનું પુનઃનિર્માણ છે.
સૌરાષ્ટ્રના તત્કાલીન મુખ્યમંત્રી ઉછરંગરાય ઢેબરે ફાળો એકત્ર કરવાની અપીલ કરી હતી. શ્રી નરોતમભાઈ પલાણે ગર્વ સાથે નોંધ્યું કે, સોમનાથ મંદિરના નવનિર્માણ માટે પ્રથમ ફાળો નોંધાવનાર પોરબંદર હતું.
પોરબંદરના ખ્યાતનામ શેઠશ્રી નાનજી કાલિદાસ મહેતાએ તે જમાનામાં ૧ લાખ રૂપિયાનું પ્રથમ દાન મંદિર નિર્માણ માટે આપ્યું હતું. તેમજ તેમણે વધુ જરૂર પડે તો વધુ દાન આપવાની પણ ખાતરી આપી હતી.
સોમનાથ સ્વાભિમાન પર્વ એ માત્ર ધાર્મિક ઉત્સવ નથી, પરંતુ સનાતન ધર્મની દ્રઢતા અને વિજયનો જયઘોષ છે. પોરબંદર હંમેશા આ પવિત્ર કાર્યમાં અગ્રેસર રહ્યું છે, જે દરેક પોરબંદરવાસી માટે ગૌરવની બાબત છે. તેમ ઇતિહાસવિદ નરોતમભાઇએ જણાવેલ છે.(









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
