તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 10th January 2026
ધોરાજીમાં ર' દિ ભૂકંપ આવતા લોકોને માઇક દ્વારા ચેતવણી અપાઇ
પાલિકા તંત્ર દ્વારા જર્જરીત મકાન માલિકોને નોટીસ

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજીઃ તા.૧૦, ધોરાજી શહેર અને ધોરાજી ગ્રામ્ય વિસ્તારમાં સતત બે દિવસ થયા ધરતીકંપના આંચકાઓ અનુભવી રહ્યા છે ત્યારે
ધોરાજી નગરપાલિકા દ્વારા નગરપાલિકા ની ગાડીમાં માઈક દ્વારા જાહેર ચેતવણી સાથે સુચના આપવામાં આવી હતી ધોરાજીમાં ધરતીકંપના સતત આંચકા આવી રહ્યા છે આફ્ટર શોક કેન્દ્ર ધોરાજી નજીક હોય ત્યારે જર્જરિત મકાનો તાત્કાલિક ખાલી કરવા અને જર્ચરિત મકાન હોય એ વિસ્તારમાંથી લોકોએ પસાર થવું નહીં તે ચેતવણી સાથે માઈક ફેરવવામાં આવ્યું હતું અને ધોરાજી નગરપાલિકા દ્વારા જે મકાનો જર્ચરિત હતા તેવા મકાન માલિકો ને ખાલી કરવાની નોટિસ પાઠવી હતી તેમજ તાત્કાલિક કસરતથી અન્ય સ્થળે વહી જવા સૂચના આપી હતી
પરંતુ નગરપાલિકાએ નોટિસ આપ્યા બાદ અને જાહેરમાં માઇક ફેરવ્યા બાદ એક પણ ભૂકંપનો આંચકો આવ્યો હતો નહીં
ધરતીકંપમાં આંચકા આવે ત્યારે કયા કયા પ્રકારની શતકતા દાખવી જે બાબતોની સૂચનાઓ જાહેર જનતાને આપવામાં આવેલ.
(1:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
