News of Saturday, 10th January 2026
કચ્છમાં NSUi નું ‘ડ્રગ્સ મુક્ત કેમ્પસ' અભિયાન: મુન્દ્રાની આર.ડી. કોલેજનાયુવા વર્ગમાં જાગૃતિની જ્વાળા
વિદ્યાર્થીઓને શપથ લેવડાવવામાં આવ્યા કે હું ગુજરાતના એક જાગૃત અને જવાબદાર યુવાન તરીકે શપથ લઉ છું કે-હું પોતે ડ્રગ્સ તથા અન્ય તમામ નશીલા પદાર્થોથી દૂર રહીશ

(વિનોદ ગાલા દ્વારા ) ભુજ : કચ્છના યુવાધનને નશાના રાક્ષસથી બચાવવા અને શૈક્ષણિક સંકુલોને સુરક્ષિત બનાવવાના મક્કમ નિર્ધાર સાથે આજે NSUI દ્વારા આર.ડી. કોલેજ મુન્દ્રા ખાતે "NSUI નો સંકલ્પ: ડ્રગ્સ મુક્ત કેમ્પસ" મહા-અભિયાન અંતર્ગત જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરાયું હતું.
સમગ્ર ગુજરાતમાં NSUI દ્વારા "NSUI નો સંકલ્પ ડ્રગ્સ મૂક્ત કેમ્પસ " નામના કાર્યક્રમનું આયોજન કરાયું છે. જેમાં સમગ્ર ગુજરાતની કોલેજોના કેમ્પસમાં NSUI ની ટીમ જઈ રહી છે અને ડ્રગ્સની વિરૂધ્ધમાં મુહિમ ચલાવી ડ્રગ્સ મુકત કેમ્પસ માટે શપથ લેવડાવી રહી છે. જેના અનુસંધાને આજ આ યાત્રા મુન્દ્રા ખાતે આવી પહોંચેલ હતી.
કચ્છ જિલ્લા NSUI ના પ્રમુખ ઋષિરાજસિંહ જાડેજા દ્વારા વિદ્યાર્થીઓને શપથ લેવડાવવામાં આવ્યા કે હું ગુજરાતના એક જાગૃત અને જવાબદાર યુવાન તરીકે શપથ લઉ છું કે-હું પોતે ડ્રગ્સ તથા અન્ય તમામ નશીલા પદાર્થોથી દૂર રહીશ, તેમજ મારા પરિવાર તથા મારા મિત્રો પણ ડ્રગ્સથી દૂર રહે તે માટે સતત પ્રયત્નશીલ રહીશ અને મારા કેમ્પસને ડ્રગ્સ મુક્ત કેમ્પસ બનાવવા પ્રયત્ન કરતો રહીશ. વિદ્યાર્થીઓના લોહીમાં શિક્ષણ અને સંસ્કાર હોવા જોઈએ, નશો નહીં. આ ડ્રગ્સ મુક્ત કેમ્પસ ના અભિયાન માં કચ્છ જિલ્લા NSUI ના પ્રમુખ ઋષિરાજસિંહ જાડેજા, નિખિલ જુવડ, વિવેકસિહ જાડેજા, ફારૂક સુમરા, તુષાર મોથારીયા, અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્તિથ રહ્યા હતા. (તસ્વીરો: રાજ સંઘવી, મુન્દ્રા)
(7:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
