<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 10th January 2026

ધોરાજીમાં મકરસંક્રાંતિને લઇ સાવચેતી રાખવા વીજ વિભાગના અધિકારીને જાહેર અપીલ..

પતંગ ફસાય ત્યારે તેને કાઢવા માટે કોઈ પ્રયાસ ન કરવો તેમ જ છત પરથી નજીક જો વીજ વાયર નીકળતો હોય ત્યારે એવી જગ્યા પર થી દૂર રહેવું હિતાવહ

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી: ધોરાજીમાં મકરસંક્રાંતિને લઇ સાવચેતી રાખવા વીજ વિભાગના અધિકારીને જાહેર અપીલ કરાઈ છે .
આગામી દિવસોમાં મકરસંક્રાંતિનું પર્વ આવી રહ્યો છે ત્યારે પતંગો કે આકાશ છવાયેલું હોય સાથોસાથ અકસ્માતના પણ બનાવો વધી જતા હોય છે ત્યારે ધોરાજી જેટકોના અધિકારી વી જે ટાંકએ જણાવ્યું હતું કે મકરસંક્રાંતિ પર્વ ખૂબ આનંદથી અને સલામતીપૂર્વક ઉજવાય તે માટે કેટલીક સાવચેતીઓ રાખવી પડે જેમાં જે જગ્યા પર થી વીજળીના વાયરો નીકળતા હોય ત્યાં પતંગ ફસાય ત્યારે તેને કાઢવા માટે કોઈ પ્રયાસ ન કરવો તેમ જ છત પરથી નજીક જો વીજ વાયર નીકળતો હોય ત્યારે એવી જગ્યા પર થી દૂર રહેવું હિતાવહ છે રાત્રિના સમયે પણ ફાનસ દીવડા જેવી વસ્તુઓ પતંગ સાથે ઉડાવી નહીં આ ઉપરાંત કોઈ પણ આકસ્મિક બનાવ બને તો તાત્કાલિક તંત્રનો સંપર્ક કરવા સહિત જુદી જુદી સલામતી અંતર્ગત માર્ગદર્શન અને જાહેર અપીલ કરવામાં આવી હતી


 

(9:06 PM IST)