News of Sunday, 11th January 2026
રાજકોટના ઉપલેટા પંથકમાં ફરી ભૂકંપના હળવા આંચકા: રિક્ટર સ્કેલ પર ૨.૭ની તીવ્રતા નોંધાઈ: સતત ભૂકંપના આંચકાઓથી દહેશતનું વાતાવરણ
છેલ્લા ૧૨ કલાકમાં નાના-મોટા મળીને કુલ ૭ થી ૯ જેટલા આંચકાઓ નોંધાયા: જેમાં સૌથી વધુ તીવ્રતા ૩.૮ રેકટર સ્કેલની નોંધાઈ

સૌરાષ્ટ્રમાં ફરી એકવાર ધરા ધ્રુજી છે. આજે વહેલી સવારે રાજકોટ જિલ્લાના ઉપલેટા પંથકમાં ભૂકંપના હળવા આંચકા અનુભવાયા હતા. સિસ્મોલોજીકલ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટના જણાવ્યા અનુસાર, આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૨.૭ નોંધવામાં આવી હતી.
આંચકાનું કેન્દ્રબિંદુ ઉપલેટાથી ૨૬ કિલોમીટર દૂર નોંધાયું હતું.
છેલ્લા ૧૨ કલાકમાં આ વિસ્તારમાં નાના-મોટા મળીને કુલ ૭ થી ૯ જેટલા આંચકાઓ નોંધાયા હોવાનું સામે આવ્યું છે, જેમાં સૌથી વધુ તીવ્રતા ૩.૮ સુધીની હતી. વારંવાર આવતા આંચકાને કારણે સ્થાનિક લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો અને લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા, જોકે જાનહાનિના કોઈ સમાચાર નથી.
(12:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
