News of Sunday, 11th January 2026
ગીર-સોમનાથ જીલ્લાના રસુલપરા ગામે દીપડાના હુમલામાં 45 વર્ષીય મજુરનું મોત
વન વિભાગે ગણતરીના કલાકોમાં જ માનવભક્ષી દીપડાને પાંજરે પુર્યો

ગીર સોમનાથ: ગીર-સોમનાથ જિલ્લામાં માનવભક્ષી દીપડાના હુમલામાં 45 વર્ષીય ખેત મજૂરનું મોત થયું છે. તાલાલા ના રસુલપરા ગામે ખેતરમાં શેરડીની કાપણી વખતે અચાનક દીપડાએ મજૂર પર હુમલો કર્યો હતો. દીપડા 45 વર્ષીય મજૂરને ફાડી ખાતા સમગ્ર પંથકમાં ફફડાટ ફેલાયો છે. મૃતક મજૂરના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે હોસ્પિટલ ખસેડયો છે. જ્યારે વન વિભાગે ગણતરીના કલાકોમાં જ માનવભક્ષી દીપડાને પાંજરે પુર્યો છે
(1:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
