News of Sunday, 11th January 2026
ધારાસભ્ય કાંધલ જાડેજાનું ફરી ખેડૂતો માટે ઉમદા કાર્ય:પોતાના સ્વખર્ચે બાંટવા ખારો સિંચાઈ યોજનામાંથી ખેડૂતો માટે સિંચાઈનું પાણી છોડાવ્યું
કુતિયાણા તાલુકાના રેવદ્રા, તરખાઈ, ધરશન , ગઢવાણા અને મહિયારી સહિતના ગામના ખેડૂતોને આ પાણીનો લાભ મળશે.

પોરબંદરના રાણાવવાવ કુતિયાણાના ધારાસભ્ય કાંધલ જાડેજાએ ફરી એકવાર ખેડૂતો માટે ઉમદા કાર્ય કર્યું છે. કાંધલ જાડેજાએ પોતાના સ્વખર્ચે બાંટવા ખારો સિંચાઈ યોજનામાંથી ખેડૂતો માટે સિંચાઈનું પાણી છોડાવ્યું છે કાંધલ જાડેજા જ્યારથી ધારાસભ્ય બન્યા ત્યારથી સતત દરવર્ષે શિયાળુ પાક માટે પોતાના ખર્ચે ખેડૂતો માટે પાણી છોડાવે છે. બાંટવા ખારા ડેમમાંથી 80 MCFT પાણી ખેડૂતો માટે છોડવામાં આવ્યું છે. કુતિયાણા તાલુકાના રેવદ્રા, તરખાઈ, ધરશન , ગઢવાણા અને મહિયારી સહિતના ગામના ખેડૂતોને આ પાણીનો લાભ મળશે
(5:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
