તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 11th January 2026
જસદણ રામાનંદી સાધુ સમાજ દ્વારા જગતગુરુ રામાનંદાચાર્ય મહારાજ ની 726 મી જન્મ જયંતીની ઉજવણી
મારુતિ ધામ બાલ યોગી સાસીયા બાપુની જગ્યાએ જસદણ રામાનંદી સાધુ સમાજના નવમા વિદ્યાર્થી સન્માન સમારંભનુ સુંદર આયોજન :શિલ્ડ અને શૈક્ષણિક કીટ આપી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરાયા

(વિજય વસાણી દ્વારા) આટકોટ તા.12 શ્રી શ્રી 1008 પૂજ્ય શ્રી જગતગુરુ રામાનંદ આચાર્ય મહારાજની 726 મી જન્મ જયંતીની જસદણ રામાનંદી સાધુ સમાજ દ્વારા ભાવપૂર્વક ઉજવણી કરવામા આવી હતી સાથે સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા.
શ્રી જગતગુરુ રામાનંદાઆચાર્ય મહારાજે સમગ્ર હિન્દુ સમાજ માટે મોગલો સામે લડીને હિન્દુ સમાજને લઘુમતી સમાજમાં ધર્મ પરિવર્તન કરીને મોગલ દ્વારા કરવામાં આવતા અત્યાચારોને જગતગુરુ રામાનંદાઆચાર્ય મહારાજે તેમની યોગ શક્તિથી મોગલ રાજાને જુકકવ્યા હતા અને મોગલ રાજા વચને બંધાણા હતા અને મોઞલ રાજા એ કહ્યુ હતુ કે બાપુ મને માફ કરશો તો હું હિન્દુ લોકો પર અત્યાચાર નહીં કરું ત્યારબાદ જગતગુરુ રામાનંદાચાર્ય મહારાજે હિન્દુ સમાજના ઉત્થાન અને મોગલના અત્યાચાર માંથી બચાવી ભારત ભરમાં ગામડે ગામડે રામજી મંદિર બંધાવ્યા અને મોગલોને ઘૂંટણે પડાવી ભારત વર્ષમાં રામ નામની મહિમા ચલાવી હતી.
જસદણ રામાનંદી સાધુ સમાજ દ્વારા આયોજિત કાર્યક્રમમા રામજી મંદિરના મહંત શ્રી 1008 સુખદેવદાસજી મહારાજ,મહંત શ્રી ભરતદાસજી મહારાજ (ખારી હનુમાનની જગ્યા જસદણ)શ્રી સીતારામ માતાજી,મહંત શ્રી હરિદાસજી મહારાજ (રામજી મંદિર કાળાસર)મહંત શ્રી વિક્રમગીરી મહારાજ (ઘેલા સોમનાથ મહાદેવ), મહંત શ્રી બાલ યોગીજી મહારાજ સાસીયાબાપુ (મારુતિ ધામ ગૌશાળા), મહંત શ્રી હરિહરાનંદ ગીરીજી મહારાજ (ડુંગરપુર હનુમાનજી મહારાજની જગ્યા), ત્રિપાખ સાધુ સમાજના આમંત્રિત મહેમાનો ,પ્રતાપગીરી ઓતમગીરી ગોસાઈ (પ્રમુખ શ્રી દશનામ ગૌસ્વામી સાધુ સમાજ જસદણ)શ્રી મહેશ બાપુ મેસવાણિયા (પ્રમુખ વૈષ્ણવ સાધુ સમાજ જસદણ), રામાનંદી નવનિર્માણ સેના તાલુકા પ્રમુખ કુબાવત નિલેશભાઈ,જસદણ રામાનંદી સાધુ સમાજ પ્રમુખ જયદીપભાઇ દેવમોરારી,ઉપપ્રમુખ સંજયભાઈ રામાનુજ,મહામંત્રી નીતિનભાઈ આચાર્ય સહીત સમાજના આગેવાનોએ ઉપસ્થિત રહી રામાનંદી સાધુ સમાજના વિદ્યાર્થીઓને શીલ્ડ આપી પ્રોત્સાહિત કર્યા હતા.
સાધુ સંતો અને ઉપસ્થિત મહાનુભાવોએ દીપ પ્રાગટ્ય કરી સમૂહ હનુમાન ચાલીસાના પાઠ તેમજ જગતગુરુ રામાનંદ આચાર્ય મહારાજની આરતી ઉતારી ધોરણ 1 થી 12 ના પ્રથમ ત્રણ નંબર મેળવેલ વિદ્યાર્થીઓને શીલ્ડ તેમજ શૈક્ષણિક કીટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
કાર્યક્રમને સફળ બનાવવા સમાજના યુવાનો દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.
(5:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
