News of Sunday, 11th January 2026
કચ્છમાં ટાઈઢે ભુક્કા બોલાવ્યા : નલીયામાં ઠંડીનો પારો ઘટીને 3.8 ડિગ્રી સુધી ગગડ્યો
કચ્છના અનેક વિસ્તારોમાં શીતલહેરના કારણે વહેલી સવારે બરફની ચાદર છવાઈ ગઈ

કચ્છમાં શીતલહેરે કડાકો બોલાવ્યો છે, જેમાં નલિયામાં કાતિલ ઠંડીનો કહેર જોવા મળી રહ્યો છે. નલિયામાં આજે ઠંડીનો પારો ઘટીને 3.8 ડિગ્રી સુધી પહોંચી ગયો છે. કચ્છના અનેક વિસ્તારોમાં શીતલહેરના કારણે વહેલી સવારે બરફની ચાદર છવાઈ ગઈ હતી. ભુજનું તાપમાન પણ સિંગલ ડિજિટમાં ઉતરી 9 ડિગ્રી નોંધાયું છે. અબડાસા અને નખત્રાણા પંથકમાં કડક ઠંડી પડી રહી છે, જેમાં નખત્રાણાના રણકાંધી વિસ્તાર તેમજ મંજલ-તરા ગામે બરફની ચાદર જોવા મળી. નખત્રાણાના વેડહાર મોટીના વાડી વિસ્તારમાં બાઈક પર બરફ જામેલો જોવા મળ્યો હતો, જ્યારે અબડાસાના સુડધ્રો મોટીમાં બાઈકની સીટ પર બરફ જોવા મળ્યો. અબડાસાના વમોટી નાની ગામના સીમાડામાં ઓઢવાની ચાદર પર પણ બરફ જામતા કડક ઠંડીનો અહેસાસ થયો હતો.
(5:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
