News of Monday, 12th January 2026
કચ્છમાં દરિયાપારથી દાણચોરીનો સિલસિલો ચાલુઃ ૧ કરોડની સોપારીનો શંકાસ્પદ મનાતો જથ્થો જપ્ત
બોર્ડર રેન્જ પોલીસની કાર્યવાહી, વ્હાઇટ કોલર દાણચોરી કરનાર ગદ્દારો સામે સુરક્ષા એજન્સીઓની સાથે આર્થિક એજન્સીઓની સંયુક્ત તપાસ જરૂરી

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧૨: કચ્છ બોર્ડર રેન્જ પોલીસે સ્થાનિક પોલીસ સાથે મળી ભચાઉના આધોઇ ગામ નજીક શાહુ નગરમાં એક ગોડાઉનમાં કન્ટેનર ટ્રેલરમાંથી ઉતરી રહેલ સોપારીનો શંકાસ્પદ જથ્થો ઝડપી પાડ્યો છે. અંદાજિત ૧ કરોડથી વધુ કિંમતના હોવાનું મનાતા આ જથ્થા અંગે તપાસ કાર્યવાહી ચાલુ હોઇ સત્તાવાર વિગતો હજી જાહેર કરાઇ નથી.
પરંતુ બિન સત્તાવાર સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે ૧ કરોડથી વધુ કિંમતનો આ સોપારીનો જથ્થો મિસ ડેકલેરેશન (એક માલને બદલે બીજો માલ હોવાનું કસ્ટમમાં જાહેર કરવું) કરી મંગાવાયો હોવાનું જણાય છે. હાલ પોલીસે કેટલાક શંકાસ્પદ શખ્સોની ઓળખ કરી વધુ તપાસ હાથ ધરી છે. કેન્દ્ર સરકારની ઉદાર આયાત નિકાસ નીતિનો લાભ લઈ મિસ ડેક્લરેશન દ્વારા દાણચોરી કરી દેશની તિજોરીને આર્થિક નુકસાન પહોંચાડનાર ગદ્દારો સામે સરકાર દ્વારા એજન્સીઓની સયુંક્ત તપાસ કરી કાયદાનો ગાળીઓ સંકજાય તેવી કાર્યવાહી થવી જોઈએ.(૨.૩)
(12:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
