<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 12th January 2026

ઉપલેટા તાલુકા નિવૃત્ત કર્મચારી મંડળ દ્વારા દાનવીર ગુણવંતભાઈ રાણીગાનું સન્માન

 

(જગદીશ રાઠોડ દ્વારા) ઉપલેટા:   અહીંના જયરામભાઈ જ્વેલર્સ વાળા દાનવીર અને જુદી જુદી ધાર્મિક સામાજિક સેવાકીય શૈક્ષણિક સંસ્થાઓ સાથે સંકળાયેલા ગુણવંતભાઈ રાણીગાનુ તાજેતરમાં સ્વામી ગુણાતીતાનંદ સભાખંડ બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે મળેલી ઉપલેટા તાલુકા નિવૃત્ત કર્મચારી મંડળની મિટિંગમાં શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું આ તકે સંસ્થાના પ્રમુખ વલ્લભભાઈ સેલારકાએ ગુણવંતભાઈનું શબ્દોથી સ્વાગત કરતા જણાવેલ કે નિવૃત્ત કર્મચારી મંડળની સ્થાપના સમયથી સુધી ગુણવંતભાઈ રાણીગા તરફથી તમામ પ્રકારનો સહયોગ રહ્યો છે.

(11:01 AM IST)