<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 12th January 2026

બાલવા ફાટક થી સરકારી હોસ્પીટલ થઈ જતો ધ્રાફા ફાટક સુધીનો રસ્તો ખખડધજ

અઠયાવીશ માંથી સત્યાવીશ કૉરપોરેટરો ચુંટી કાઢ્યા જાગો લખેલ બેનરા કમળ ના ચિત્ર સાથે લાગ્યા

જામજોધપુરઃ તા.૧ર, શહેરનો મુખ્ય રસ્તો (બાય પાસ ) કે જે રસ્તા પરથી સ્કુલ શહેરની એકમાત્ર સરકારીહોસ્પિટલ માર્કેટિંગયાડૅ  વગેરે જવા માટે નો એક જ રસ્તો છે આ બાયબાસનો રોડ એટલો તો ખખડધજ છે કે જામજોધપુર શહેરની જનતા આ બિસ્માર માર્ગ થી તોબા પોકારી ચુકી છે અહિ અવાર નવાર અકસ્માતો સર્જાય છે હોસ્પીટલે જતા દર્દીઓ હેરાન પરેશાન છે આ વિસ્તારના  પ્રબુધ નાગરિક તેમજ વેપારી અગ્રણી પટેલ પ્રફુલભાઈ સીતાપરા  દ્વારા તંત્રને અનેક વખત રજુઆત કરી છે પણ તંત્ર ગાઠતુ નથીતંત્ર પણ ગોથે ચડ્યું છે કેઆ રસ્તો ક્યાં વિભાગ માં આવે છે તેની તંત્ર ને પણ ખબર નથી ત્યારે આ સરકારી દવાખાના વાળા રોડ ઉપર  પટેલ પ્રફૂલભાઈ સીતાપરા દ્વારા બેનરો લગાવ્યા છે નગર પાલિકામાં ૨૮ માંથી ૨૭ નગરસેવકો એક જ પક્ષ ના ચુંટીને મોકલ્યાછે.  જાગો -જા હવે તો... જાગો આવા બેનરો લગાવવામાં આવતા શહેરભરમાં આરોડ ચર્ચાનો વિષય બન્યો છે.

ત્યારે આ રોડ ઉપરથી પસાર થતા નેતાઓ અધિકારીઓ ને આ રોડ દેખા તો કેમ નથી આરોડ સિમેન્ટનો આર સી સી  નાખીને બનાવવો જોઈએ તેવુ જામજોધપુર ની -જા કહી રહી છે,  ત્યારે આરોડ બનશે કે તેમનામાટે પ્રજાનઆંદોલન કરવું પડશે તેમ એક સવાલ છે.

(11:05 AM IST)