તા. ૨૮ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા વદ – ૨ સોમવાર
News of Monday, 12th January 2026
૯ ડીગ્રી સાથે સુરેન્દ્રનગરવાસીઓ ઠુઠવાયા
જિલ્લાનું તાપમાન પ્રથમ વખત સીંગલ ડીઝીટમાં પહોંચ્યું

વઢવાણ તા.૧૨: સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા એક સપ્તાહથી હાર્ડ થીજાવતી ઠંડી પડી રહી છે જેમાં સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રથમ વખત સિંગલ ડિજિટમાં તાપમાન જતું રહ્યું છે. તાપમાન પ્રથમ વખત ૯ ડીગ્રી સુધી પહોંચી જવા પામ્યું હતું તેને લઈને સુરેન્દ્રનગર શહેરીજનો ઠંડીમાં ઠુંઠવાઈ જવા પામ્યા હતા અને કાતિલ ઠંડીનો અનુભવ સુરેન્દ્રનગર શહેરની જનતાએ પ્રથમ વખત કર્યો હતો.
વહેલી સવારે અને મોડી સાંજે કામ સિવાય ઘરની બહાર ન નીકળવા ગરમ કપડાનો ઉપયોગ કરવા તેમજ ઠંડીથી બચવા અને જો ઠંડી લાગી જાય તો નજીકના આરોગ્ય કેન્દ્રમાં સારવાર લઈ લેવા પણ આરોગ્ય વિભાગ દ્વારા અપીલ કરવામાં આવી છે.
આ ઉપરાંત હૃદય રોગ તેમજ ડાયાબિટીસ બીપી અસ્થમા ના દર્દીઓને પણ સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે સુરેન્દ્રનગરમાં ઝાકળ વર્ષા પણ થઈ છે જેને લઇને જીરું વરિયાળી સહિતના પાકોને પણ ફાયદો થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે જેને લઇને ખેડૂતોમાં પણ ખુશીની લહેર દોડી ઉઠવા પામી છે પ્રથમ તબક્કામાં ગરમીનો પારો ઊંચો જતો હતો અને ઠંડી પડી રહી ન હતી પરંતુ હવે સુરેન્દ્રનગરનું તાપમાન સિંગલ ડિજિટ માં જતું રહ્યું છે અને નવ ડિગ્રી સુધી પહોંચી જતા શહેરીજનો એ પણ કાતિલ ઠંડીનો અહેસાસ કર્યો છે
(11:22 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
