<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 12th January 2026

રીબડા પાસે ઇજાગ્રસ્‍ત બાળક મળ્‍યુ

બાળકને રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયું: અકસ્‍માતે પડી ગયું કે કોઇએ ફેંકી દીધુ તે અંગે પોલીસે તપાસ હાથ ધરી

ગોંડલ, તા. ૧રઃ રીબડા નાં ઇન્‍ડસ્‍ટ્રીયલ વિસ્‍તાર નજીક એક હદયદ્રાવક ઘટના સામે આવી છે. ઇજાગ્રસ્‍ત અને બેભાન અવસ્‍થા માં અઢી ત્રણ વર્ષ નું પીડા થી કણસતું બાળક મળી આવતા તેને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્‍પિટલ ખસેડાયું હતુ.અવાવરુ અને કાંટાળી જગ્‍યા માં મળી આવેલા ઇજાગ્રસ્‍ત બાળક અંગે ગોંડલ તાલુકા પોલીસ અને રાજકોટ રૂરલ ક્રાઈમ બ્રાંચ દ્વારા તપાસનો ધમધમાટ શરુ કરાયો છે.

બાળકને રઝળતું મૂકી દેવાયું, પરિવારથી વિખૂટું પડી ગયું કે કોઈ અન્‍ય કારણ ? તે તપાસનો વિષય બન્‍યો છે.

રવિવારે સવારે રીબડા પાસેથી  રઝળતું મૂકી દેવાયેલું અઢી ત્રણ વર્ષનું બાળક મળી આવતા જાગળત લોકોએ  પોલીસ ને જાણ કરી હતી.

પોલીસે તપાસ કરતા બાળકને ચહેરા પર અને કપાળ પર  ઈજાઓ દેખાતી હતી. બાળક ને એમ્‍બ્‍યુલન્‍સ ૧૦૮ને બોલાવીને તાત્‍કાલિક સિવિલ હોસ્‍પિટલમાં ખસેડવામાં આવ્‍યું છે.

બનાવની જાણ થતા રૂરલ ક્રાઈમ બ્રાન્‍ચનો કાફલો પણ  હોસ્‍પિટલે દોડી જઈને બાળક અંગેની માહિતી મેળવી હતી. હાલમાં બાળકને સિવિલ હોસ્‍પિટલમાં સારવાર અપાઈ રહી છે. બાળકના કોઈ વાલી વારસ હોય તો તેઓએ ૬૩૫૯૬ ૨૫૭૧૪ નંબરના મોબાઈલ પર ગોંડલ તાલુકા પોલીસ સ્‍ટેશનનો સંપર્ક કરવા અનુરોધ કરવામાં આવ્‍યો છે

(12:11 PM IST)