News of Monday, 12th January 2026
જેતપુરમાં પરપ્રાંતીય મહિલાને પતિએ પતાવી દિધી
પુત્રી સાથેના સંબંધ ગમતા ન હોય કાતર ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધીઃ પતિ રાકેશસિંગ પોલીસના સાકંજામાં

(કેતન ઓઝા દ્વારા) જેતપુર તા. ૧ર :.. જેતપુરમાં એક મર્ડર ની શાહી સુકાઈ નહોતી ત્યાં રબારીકા રોડ વિસ્તારમાં બીજી મહિલાની હત્યા. થતા પોલીસે તપાસ હાથ ધરી છે. હત્યા કરનાર મહિલાને પતિને પોલીસે સકંજામાં લઇ લીધો છે.
વર્ષ ૨૦૨૬ જેતપુર માટે ખરાબ હોય તેમ ૨૪ કલાકમાં જ બે હત્યાના બનાવો બન્યા શહેરના રબારીકા રોડ પર એમજે ઉધોગનગર વિસ્તારમાં એક અવાવરું જગ્યામાં એક મળતદેહ પડ્યો હોવાની ઉધોગનગર પોલીસને જાણ થતાં પોલીસે સ્થળ પર જઈને તપાસ કરતા કુદરતી હાજતે જવાની અવાવરું જગ્યામાં એક ખુલ્લી ઓરડીમાં ચાદરમાં મળતદેહ બાંધેલ હતો. જે ચાદર પોલીસે ખોલતા તેમાં એક ચાલીસથી પચાસ વર્ષની ઉંમર દેખાતી અજાણી મહિલાનો મળતદેહ જોવા મળેલ.
જે મળતદેહની પ્રાથમીક તપાસ કર્યા બાદ પોલીસે મળતદેહને પીએમ માટે સરકારી હોસ્પીટલ ખસેડાયો હતો. જ્યાં મળતક પ્રૌઢાના ગલા પર ઇજાના નિશાન તેમજ કાનમાંથી લોહી વહેતુ નજરે પડતું હોય.
જેથી મળતકના મોતનું ચોક્કસ કારણ જાણવા ઉધોગનગર પોલીસે ફોરેન્સીક પીએમ માટે મળતદેહને મોકલવાની તજવીજ હાથ ધરી હતી.
બીજી બાજુ પોલીસે અજાણી મહિલાની ઓળખ મેળવવા હ્યુમન સોર્સને કામે લગાડતા થોડી જ વારમાં આધેડ મહિલાની ઓળખ થઈ ગઈ હતી. તે ઉત્તર પ્રદશથી વતના હોવાનું અને તેનું અનિતાબેન સંજયભાઈ રાવત ઉવ ૪૫ હોવાનું ખુલ્યું હતું. અને આ અનિતાબેન છેલ્લા પાંચેક વર્ષથી ગજાધર રાજમનસિંગ પટેલ મૂળ યુપીના અલ્હાબાદનો રહેવાસી કે જે છેલ્લા પચીસેક વર્ષથી જેતપુરમાં રહી સાડીઓના કારખાનામાં મજૂરી કામ કરે છે તેની સાથે રહેતી હોવાનું ખુલતા અને તે હાલમાં જ રબારીકા રોડ પર રહેવા આવ્યો હોવાનું જાણવા મળતા પોલીસે હત્યા કરનાર પતિ રાકેશસિંગને પકડી પાડી પુછતાછ કરતા તેણે તેની પત્ની આગલા ઘરની પુત્રી સાથે સંબંધ રાખતી હોય અને પોતાને તે ગમતુ ન હોય કાતર ઝીંકી પતાવી દિધાની કબુલાત આપી હતી.
આ બનાવ અંગે મૃતક મહિલાની પુત્રી રિંતુસીંગની ફરીયાદ ઉપરથી જેતપુર પોલીસે ગુન્હો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
(1:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
