<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 12th January 2026

વિસાવદરના નાની મોણપરી ગામમાં સિંહણના રેસ્‍કયુ દરમિયાન વન કર્મી અશરફભાઈ ચૌહાણના મળત્‍યુની ઘટના બદલ દુઃખ વ્‍યક્‍ત કરતા મોઢવાડિયા

પરિવારને જરૂરી તમામ સહાય તાત્‍કાલિક ચૂકવાશેઃ સમગ્ર બનાવની તપાસ ગીર પヘમિ વિભાગ, જૂનાગઢના નાયબ વન સંરક્ષકને સોંપાઇ

(યાસીન બ્‍લોચ દ્વારા) વિસાવદર, તા.૧૨: તાલુકાના નાની મોણપરી ગામમાં સિંહણના રેસ્‍કયુ દરમિયાન કર્મચારી અશરફભાઈ ચૌહાણના મળત્‍યુની દુઃખદ ઘટના સામે આવી છે. જેને અત્‍યંત દુઃખદ ગણાવતા વન અને પર્યાવરણ મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ પીડિત પરિવાર પ્રત્‍યે પોતાની સંવેદના વ્‍યક્‍ત કરી હતી. આ સમગ્ર બનાવની તપાસ ગીર પヘમિ વિભાગ, જૂનાગઢના નાયબ વન સંરક્ષક શ્રી પ્રશાંત તોમરને સોંપવામાં આવી છે. વન અને પર્યાવરણ મંત્રીશ્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ મળત્‍યુ પામનાર કર્મચારી શ્રી અશરફભાઈ અલીભાઈ ચૌહાણના પરિવારને મળવાપાત્ર નાણાકીય સહાય ઉપરાંત મુખ્‍યમંત્રી રાહત ફંડમાંથી સહાય ચુકવાય તે દરખાસ્‍ત કરવાના વન વિભાગને આદેશ આપ્‍યા છે.

મળતક અશરફભાઈ અલીભાઈ ચૌહાણ ગીર પヘમિ વિભાગ, જુનાગઢ હેઠળની વિસાવદર રેન્‍જમાં છેલ્લા બે વર્ષથી વન્‍યપ્રાણી અવલોકન, રેસ્‍કયુ સહિતની કામગીરી માટે ટ્રેકર તરીકે ગુજરાત સ્‍ટેટ લાયન કન્‍ઝર્વેશન સોસાયટી અંતર્ગત કાર્યરત હતા. તેમના પરિવારને નાણાકીય સહાય મળી રહે તે માટે સ્‍વ. શ્રી વિશાણા મેમોરીયલ, ગીર ફોરેસ્‍ટ સ્‍ટાફ વેલ્‍ફેર એસોશીએશન સાસણ (ગીર) સહકારી મંડળીમાંથી મળવાપાત્ર રૂ.પાંચ લાખ ચુકવવામાં આવશે. આ ઉપરાંત ટ્રેકર માટે લેવામાં આવેલ અકસ્‍માત વિમાની રકમ રૂ.૧૦ લાખ વારસદારને ચૂકવવા માટેની દરખાસ્‍ત કરવામાં આવી છે. વધુમાં મુખ્‍યમંત્રી રાહતફંડમાંથી પણ સહાય મળે તે માટે દરખાસ્‍ત મોકલવા વન વિભાગના અધિકારીઓને મંત્રીશ્રી દ્વારા આદેશ આપવામાં આવ્‍યા છે. આ અંગે વન અને પર્યાવરણ રાજ્‍ય મંત્રી શ્રી પ્રવિણ માળીએ જણાવ્‍યું હતું કે, એક વનકર્મીનું ફરજ દરમિયાન આ રીતે અકસ્‍માતે મળત્‍યુ થવાની ઘટના સમગ્ર વન વિભાગ માટે આઘાતજનક છે. આ દુઃખદ ઘડીમાં વન વિભાગની સમગ્ર ટીમ મળતકના પરિવારજનો સાથે છે અને તેમને શકય તમામ પ્રકારની તાત્‍કાલિક મદદ મળી રહે તે માટે વન વિભાગ દ્વારા જરૂરી તમામ કાર્યવાહી કરવામાં આવી રહી છે.

(12:22 PM IST)