News of Monday, 12th January 2026
સાવરકુંડલાના પીઠવડી મહિડા પરીવારના કુળદેવી પીઠડ માતાના મઢમાં તસ્કરો ત્રાટકયા
દરવાજાના તાળા તોડી અંદર પ્રવેશી સોના ચાંદીના દાગીના અને રોકડ મળી રૂા. ૧,૯૦,૫૦૦ ની ચોરીની ફરિયાદ

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી તા. ૧રઃ સાવરકુંડલા તાલુકાના પીઠવડી ગામે જુના વણકરવાસમાં આવેલ મહિડા પરીવારના કુળદેવી પીઠડ માતાજીના મઢમાં તા.૯-૧ ના મોડી રાત્રિ દરમ્યાન કોઈ તસ્કરોએ ગ્રીલના
દરવાજાને મારેલ તાળું કોઈ સાધન વડે તોડી ગેરકાયદેસર પ્રવેશ કરી મઢમાં માતાજીની મુર્તિ ઉપર લટકાવેલ સોના ચાંદીના દાગીના તથા નાના મોટા ચાંદીના છતર તેમજ દાનપેટીમાંથી રોકડ રૂા.૫૦૦ મળી કુલ રૂા. ૧,૯૦,૦૦૦ ની ચોરી કરી લઈ ગયાની પ્રેમજીભાઈ બેચરભાઈ મહિડાએ સાવરકુંડલા રૂરુલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
જુના ગીરીયામાં બાઈક ચોરાયું
અમરેલી તાલુકાના જુના ગીરીયા ગામ પાસે અબ્બાહસન સાલમકસીરીનું હીરો હોન્ડા સ્પ્લેન્ડર જી.જે.૧૪ એસ.૯૨૯૨ રૂા. ૨૦,૦૦૦ ની કિંમતનું રોડની સાઈડમાં પાર્ક કરેલ ત્યાંથી કોઈ ચોરી ગયાની અમરેલી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
લીલીયાની સીમમાંથી એમપીના શ્રમિક પરીવારની સગીરાનું વાલીપણામાંથી અપહરણ કરાયું અપહરણ
લીલીયા ભીખાભાઈ ભાલાળાની વાડીમાં કામ કરતા એમપીના શ્રમિક પરીવારની સગીરાને એમપીના અમરકુવા કલા તા. ગંધવાણીના છગન હારૂભાઈ વસુનીયા લલચાવી ફોસલાવી વાલીપણામાંથી અપહરણ કરી ગયાની સગીરાના પિતાએ લીલીયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
કેરીયાનાગસમાં પરીણીતાને ત્રાસ
અમરેલી તાલુકાના કેરીયાનાગસ ગામે રહેતી હાલ પિયર વડિયાના નાજાપુરની દક્ષાબેન જયદિપભાઈ મેરીયા ઉ.વ.૨૪ ને પતિ જયદિપ નાનજીભાઈ મેરીયા, સસરા નાનજી સામંતભાઈ મેરીયા, સાસુ લાભુબેન નાનજીભાઈ મેરીયા, જેઠ હરેશભાઈ નાનજીભાઈ મેરીયા, જેઠાણી રેખાબેન હરેશભાઈ મેરિયાએ ગાળો બોલતા ગાળો બોલવાની ના પાડતા ઝગડો કરી અને કહેલ કે તું જોતી નથી.તેમ કહી ગાળો બોલી પતિ જયદિપે કામકાજ તથા રસોઈ બનાવવાપ્રશ્ને ગાળો બોલી શારીરીક અને માનસિક દુઃખ ત્રાસ આપી એકબીજાએ મદદગારી કરી ગુનો કર્યાની વડિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
વાહન ચાલક સાથે મારામારી
અમરેલી નાગનાથ બસસ્ટેશન પાસે એઝાદભાઈ મહમદભાઈ કાલવાને હોસ્પિટલના કામે રાજકોટ જવું હોય જેથી ભયલુની અલ્ટીકા ગાડીમાં બેઠેલ, પરંતુ ગાડી ઉપાડેલ નહી.જેથી ગાડીમાંથી નીચે ઉતરી બીજી ઈકો ગાડીમાં બેસતા સારૂ નહી લાગતા ઉશ્કેરાઈ ઝાપટ મારી ગાળો બોલી લાલાએ ઢીકાપાટું વડે મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપી એકબીજાએ મદદગારી કરી ગુનો કર્યાની અમરેલી સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.જયારે સામાપક્ષે રણજીતભાઈ નાજભાઈ બસીયા રહે.પીપળલગ ની અલ્ટીકામાં એજાજ ખાટકી બેઠેલ હોય.ત્યારબાદ પોતાની ગાડી ઉપાડતા વાર લાગતા બીજી પ્રાઈવેટ એમ્બ્યુલન્સમાં બેસતા ગાળો બોલી મારમારી ગળાપચી દબાવી જાનથી મારી નાખવાની ધમકી આપી ગુનો કર્યાની અમરેલી સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
હિંડોરણામાં જુગાર રમતા
પાંચ ઝડપાયા
રાજુલા તાલુકાના હિંડોરણા ગામે માધુનાથ માંગરોળીયાના મકાન પાસે ખુલ્લી જગ્યામાં જાહેરમાં હારજીતનો જુગાર રમતા અનિલનાથ ન્યાલનાથ માંગરોળીયા,રવિનાથ ભુપતનાથ માંગરોળીયા, મહેશનાથ બાબુનાથ પરમાર,અનિલનાથ સુનિલનાથ બાંભણીયા,રાયધનનાથ ઝવેરનાથ પરમારને હે.કોન્સ.હરેશભાઈ વાળાએ રેઈડ દરમ્યાન રોકડ રૂા. ૧૧,૪૦૦ ના મુદામાલ સાથે ઝડપી પાડયા હતા.
(12:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
