News of Monday, 12th January 2026
જામનગરમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોગ ટ્રેનિંગ બેચ નો થશે પ્રારંભ: ટ્રેનિંગ પૂર્ણ થયા બાદ માનદ વેતન પણ મળશે
યોગ કરવા ઈચ્છતા કોઈપણ નાગરિકો, શાળા- કોલેજમાં અભ્યાસ કરતા ૧૮ વર્ષથી ઉપરના વિદ્યાર્થીઓ કોલેજીયન યુવાનો ઉપરાંત શારીરિક રીતે ફીટ અને રસ ધરાવતા તમામ વ્યક્તિઓ આ યોગ ટ્રેનિંગ માં ભાગ લઈ શકશે

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા ૧૨ : જામનગર શહેરમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા નવા યોગ ટ્રેનિંગ બેચનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. જેમાં યોગા ની સંપૂર્ણ ટ્રેનીંગ આપવામાં આવશે, અને ટ્રેનિંગ પૂર્ણ થયા બાદ માનદ વેતન પણ મળશે, તેવી ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા જાહેરાત કરવામાં આવી છે.
જામનગર શહેરમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોગ ટ્રેનિંગ માટેના નવા બેચનો પ્રારંભ કરવામાં આવી રહ્યો છે. જામનગરની સરદાર પટેલ સ્કૂલમાં યોગ ટ્રેનિંગ બેચનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. જામનગર શહેરના યોગ કરવા ઈચ્છતા કોઈપણ નાગરિકો, શાળા- કોલેજમાં અભ્યાસ કરતા ૧૮ વર્ષથી ઉપરના વિદ્યાર્થીઓ કોલેજીયન યુવાનો ઉપરાંત શારીરિક રીતે ફીટ અને રસ ધરાવતા તમામ વ્યક્તિઓ આ યોગ ટ્રેનિંગ માં ભાગ લઈ શકે છે.
અંબર સિનેમા ના પાછળના ભાગમાં સરદાર પટેલ સ્કૂલ ના ગ્રાઉન્ડમાં પ્રતિદિન સવારે બે બેચ તેમજ સાંજે બે બેચ યોજવામાં આવશે.
આ યોગ ટ્રેનિંગમાં જોડાવવા ઇચ્છતા કોઈપણ નાગરિકોને યોગની ટ્રેનિંગ અપાયા બાદ માનદ વેતન પણ આપવામાં આવશે. જેમાં જોડાવા ઇચ્છતા વ્યક્તિઓએ જામનગર જિલ્લા યોગ બોર્ડના કોઓર્ડીનેટર હર્ષિતા મહેતા (૮૮૪૯૮૧૫૫૧૦)નો સંપર્ક સાધવા અનુરોધ કરાયો છે.
(2:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
