<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 12th January 2026

સાળંગપુર શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજને મોસંબી, કિવી,કેળા વિગેરે ફ્રૂટનો અન્‍નકૂટ

રાજકોટ, તા.૧૨: શ્રી સ્‍વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ ખાતે પ.પૂ. શાષાી સ્‍વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી આજે રવિવારના રોજ શ્રીકષ્ટભંનજન દેવ મોસંબી,કિવી,કેળા વિગેરે ફ્રુટનો અન્નકૂટ ધરાવાયો તથા દિવ્‍ય શણગાર કરવામાં આવ્‍યો હતો. સવારે ૫:૪૫ કલાકે કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્‍વામી દ્વારા શણગાર આરતી કરવામાં આવી હતી.

આ દિવ્‍ય દર્શનનો લાભ લેવા માટે વહેલી સવારથી જ હજારોની સંખ્‍યામાં હરિભક્‍તો ઉમટી પડ્‍યા હતા અને દર્શન કરી ધન્‍યતા અનુભવી હતી. મંદિરના પટાંગણમાં ભક્‍તિભાવપૂર્વક મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્‍યું હતું.

 

(3:00 PM IST)