તા. ૧ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક સુદ – ૧૦ શનિવાર
News of Monday, 12th January 2026
કચ્છના ભદ્રેશ્વર ગામે પતિના હાથે પત્ની ની હત્યા: તીક્ષ્ણ હથિયાર વડે રહેંસી પતિ ફરાર
પુત્રી ૧ પુત્ર સહિત ૬ સંતાનો નોધારા, મુન્દ્રા કોસ્ટલ પોલીસ ફરાર આરોપીને ઝડપવાની તજવીજ હાથ ધરી

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૧૨: કચ્છના મુન્દ્રા તાલુકાના ભદ્રેશ્વર મધ્યે હત્યાની ચોંકાવનારી ઘટનાએ સમગ્ર વિસ્તાર માં ચકચાર મચાવી છે. માછીમારીના વ્યવસાય સાથે સંકળાયેલા પરિવારની આશરે ૪૮ વર્ષીય મહિલા હવાબાઈ અભૂ ગોધાની તેમના જ પતિએ હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. આ બનાવ બાદ આરોપી પતિ ફરાર થઈ ગયો હતો.
પતિ એ પત્ની હવા બાઈ ને ગળા ના ભાગે તિક્ષણ હથિયાર થી હત્યા નીપજાવી હતી. પ્રાપ્ત વિગતો અનુસાર, ભદ્રેશ્વર વતની હવાબાઈ અભૂ ગોધા પોતાના પરિવાર સાથે રહેતા હતા અને પરિવાર માછીમારીના વ્યવસાય સાથે સંકળાયેલો છે. મૃતક પત્ની હવાબાઈ ઉપર તેમના પતિ અભૂ આમદ દ્વારા ઘાતક હુમલો કરવામાં આવ્યો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.
હુમલામાં ગંભીર ઇજાઓ પહોંચતા હવાબાઈનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. હત્યાની જાણ થતા જ મુન્દ્રા મરિન પોલીસ સ્ટેશનની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને જરૂરી તપાસ હાથ ધરી હતી. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે. હત્યાનું કારણ હાલ સુધી સ્પષ્ટ થયું નથી, જોકે પોલીસ તમામ પાસાઓ પરથી તપાસ કરી રહી છે. આરોપી ઝડપાયા બાદ હત્યા નું કારણ જાણવા મળશે. જો કે આ બનાવ અંગે કોસ્ટલ પી આઈ પિયુષ રાડા એ જણાવ્યું હતું કે આરોપી પતિ અભુ મામદ ને ઝડપવા ચક્રો ગતિમાન કર્યાંછે. મૃતક હવા બાઈ ની પાંચ પુત્રીઓ અને એક પુત્ર છે. (તસ્વીર: રાજ સંઘવી, મુન્દ્રા)
(4:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
