<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 12th January 2026

જુનાગઢ મહાનગર પાલિકાને પી.એમ.સ્વનિધિ પ્રેઈઝ એવોર્ડ ગિરાબેન એસ. જોશીને અર્પણ કરતા નાણામંત્રી કનુભાઈ દેસાઈ

આ સિદ્ધિ હાંસલ કરવા માટે કમિશનર તેજસ પરમાર અને મેયર ધર્મેશ ડી.પોંશીયાનો યુ.સી.ડી.શાખાના પ્રોજેક્ટ ઓફિસર તથા કર્મચારીઓ દ્વારા સતત માર્ગદર્શન આપવા બદલ આભાર વ્યક્ત કરાયો

જુનાગઢ:: તસવીરમાં રાજ્યકક્ષાએથી એવોર્ડ સ્વીકારતા ગિરાબેન એસ. જોશી નજરે પડે છે.(તસ્વીર:મુકેશ વાધેલા-જુનાગઢ)
(વિનુ જોશી દ્વારા) જુનાગઢ  :  ભારત સરકારની પી.એમ સ્વનિધિ યોજના અંતર્ગત માર્ગ વેચાણકારો (સ્ટ્રીટ વેન્ડર્સ)ના કલ્યાણ અને આત્મનિર્ભરતા માટે કરવામાં આવેલા ઉત્તમ કાર્ય બદલ ગુજરાત સરકાર દ્વારા વર્ષ - ૨૦૨૩-૨૪ માટે પી.એમ.સ્વનિધિ પ્રેઈઝ એવોર્ડ(P.M.SVANIDHI PRAISE AWARD) હેઠળ જૂનાગઢ મહાનગરપાલિકાની યુ.સી.ડી. શાખાની એન.યુ.એલ.એમ.શાખાની ટીમને રાજ્યકક્ષાએથી એવોર્ડ સ્વીકારતા ગિરાબેન એસ. જોશી નજરે પડે છે.
   સ્વનિધિ સમારોહ - ૨૦૨૬ સન્માન સમારંભમાં માન.નાણામંત્રી કનુભાઈ દેશાઈના  હસ્તે જુનાગઢ મહાનગરપાલિકાની પી.એમ સ્વનિધિ યોજના હેઠળ શ્રેષ્ઠ કામગીરીની પ્રશંસા કરી અને ઉત્તમ અમલીકરણ બદલ એવોર્ડ પ્રદાન કરવામાં આવ્યો હતો.આ સિદ્ધિ હાંસલ કરવા માટે કમિશનર તેજસ પરમાર અને મેયર ધર્મેશ ડી.પોંશીયાનો યુ.સી.ડી.શાખાના પ્રોજેક્ટ ઓફિસર તથા કર્મચારીઓ દ્વારા સતત માર્ગદર્શન આપવા બદલ આભાર માનવામાં આવેલ છે.
પી.એમ.સ્વનિધિ યોજના અંતર્ગત જુનાગઢ મહાનગરપાલિકા દ્વારા ફેરિયાઓ તથા માર્ગ વેચાણકારોને લોન સુવિધા,ડિજિટલ લેવડદેવડ પ્રોત્સાહન, માર્ગદર્શન તથા વિવિધ સહાય સેવાઓ અસરકારક રીતે ઉપલબ્ધ કરાવવામાં આવી છે.આ યોજના દ્વારા અનેક નાના વેપારીઓને પોતાના વ્યવસાયને મજબૂત બનાવવા અને આર્થિક રીતે આત્મનિર્ભર બનવામાં મદદ મળી છે.
જુનાગઢ મહાનગરપાલિકા દ્વારા ભવિષ્યમાં પણ માર્ગ વેચાણકારોના સર્વાંગી વિકાસ માટે પીએમ સ્વનિધિ સહિતની કલ્યાણકારી યોજનાઓને વધુ અસરકારક રીતે અમલમાં મૂકવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી છે. તેમજ આ પુરસ્કાર જુનાગઢ મહાનગરપાલિકાની વિકાસલક્ષી,લોકગીતકારી અને સમર્પિત કામગીરીનું ઉત્તમ પ્રતિબિંબ છે.તેમ જન સંપર્ક અધિકારી
મહાનગરપાલિકા,જુનાગઢની યાદીમાં જણાવાયું છે.

 

(10:20 PM IST)