<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 12th January 2026

મોરબી મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા રજીસ્ટ્રેશન ડ્રાઈવ, ૩૭ ધંધાર્થીઓને લાયસન્સ મેળવવા તાકીદ.

ગાંધી ચોક, શનાળા રોડ, બસ સ્ટેન્ડ, નહેરુ ગેટ સહિતના વિસ્તારોમાં ફૂડ ઇન્સ્પેકટર દ્વારા સામાન્ય ફૂડ ચકાસણી અને ફૂડ લાયસન્સ ચેકિંગ કાર્યવાહી

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : મોરબી મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા રજીસ્ટ્રેશન ડ્રાઈવ યોજવામાં આવી હતી જેમાં મોરબીના ગાંધી ચોક, શનાળા રોડ, બસ સ્ટેન્ડ, નહેરુ ગેટ સહિતના વિસ્તારોમાં ફૂડ ઇન્સ્પેકટર દ્વારા સામાન્ય ફૂડ ચકાસણી અને ફૂડ લાયસન્સ ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી.

 ચેકિંગ ડ્રાઈવ દરમિયાન જે ખાણીપીણીના ધંધાર્થીઓ પાસે ફૂડ લાયસન્સ ના હોય તેણે ફૂડ લાયસન્સ કઢાવવા જાણ કરવામાં આવી હતી જેમાં મોરબીમાં આવેલ કનૈયા ટી સ્ટોલ, ભગવતી નાસ્તા, રજવાડી ચા, શ્રી રામ ઘૂઘરા, ક્રિષ્ના ગાંઠિયા, દિલખુશ ભેલ, ભોલે ગાંઠિયા, સિદ્ધિ વિનાયક પફ, ચામુંડા ટી, વડવાળા ટી, લડ્ડુ ગોપાલ નાસતા, મોમાઈ ફરસાણ, આકાશ ભજીયા, કાનજી-લાલજી ફરસાણ, માણેક લાલ ફરસાણ, ભુરાભાઈ ફરસાણ, આલ્ફા મોલ અને જયંતીલાલ કાલિદાસ ફરસાણ, સાધના હોટેલ, મેહુલ ફૂડ ઝોન, વિશ્વાસ નાસ્તા, નટરાજ આઈસ્ક્રીમ, વ્રજ ભાઉ નાસતા, હરભોલે, જયંત ફરસાણ, શિવમ આઈસ્ક્રીમ, અન્નપુર્ણા નાસતા, ભવાની કોલ્ડ્રીંકસ, દેવુભાઇ ગાંઠિયા, કિસ્મત નાસતા, રહીશ ગુલ્માન નાસ્તા, એ વન નાસ્તા, નરેન્દ્ર પાણીપુરી, શિવા પાણીપુરી, જયશંકર નાસ્તા અને વિશ્રાંતિ હોટેલને ફૂડ લાયસન્સ લેવા જાણ કરવામાં આવી છે.

(10:32 PM IST)