News of Tuesday, 13th January 2026
મોરબી : ટૂ વ્હીલર ચાલકોને પતંગના દોરાથી રક્ષણ માટે પોલીસે સેફટી ગાર્ડ લગાડ્યા.
ચાલકોને ગળામાં દોરી લાગવાથી અકસ્માત અને મૃત્યુના કિસ્સા બનતા અટકાવી સકાય તેવા હેતુથી પોલીસે ટૂ વ્હીલર ચાલકોને સેફટી ગાર્ડ લગાવી આપ્યા

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : ઉતરાયણ પર્વ નજીક છે સૌ કોઈ પતંગ ચગાવવાની મજા માણી રહ્યા છે ઉતરાયણ પર્વે મજાની સાથે કેટલાક વાહનચાલકોને સજા પણ મળતી હોય છે ખાસ કરીને ટૂ વ્હીલર વાહન લઈને જતા ચાલકોને ગળામાં દોરી લાગવાથી અકસ્માત અને મૃત્યુના કિસ્સા બનતા અટકાવી સકાય તેવા હેતુથી પોલીસે ટૂ વ્હીલર ચાલકોને સેફટી ગાર્ડ લગાવી આપ્યા છે.
મોરબી ટ્રાફિક શાખા દ્વારા રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ ૨૦૨૬ અન્વયે મકરસંક્રાંતિ પર્વેને ધ્યાને લઈને પતંગના દોરાથી વાહનચાલકોને કોઈ ઈજા ના થાય તેવા હેતુથી શહેરના વિવિધ પોઈન્ટ પર ટૂ વ્હીલરમાં સેફટી ગાર્ડ લગાવવામાં આવ્યા હતા સાથે જ વાહનચાલકોએ સલામતી માટે જરૂરી તકેદારી રાખવા માર્ગદર્શન પૂરું પાડ્યું હતું
(12:25 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
