News of Tuesday, 13th January 2026
મોરબીના વાવડી રોડ ઉપર પાડોશમાં રહેતો શખ્સ સગીરાનું અપહરણ કરી ગયો, પોલીસ તપાસ શરૂ
સગીરાની માતા દ્વારા ફરિયાદ કરાતા હાલ મૂળ ઉત્તરપ્રદેશના શખ્શની સામે ગુનો નોંધીને સગીરાને શોધવા અને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબીના વાવડી રોડ ઉપર રહેતા પરિવારની સગીરાનું અપહરણ થયું હોય ભોગ બનનાર સગીરાની માતા દ્વારા ફરિયાદ કરવામાં આવેલ છે.હાલ મૂળ ઉત્તરપ્રદેશના શખ્શની સામે ગુનો નોંધીને સગીરાને શોધવા અને આરોપીને પકડવા માટે મોરબી એ ડિવિઝન પોલીસે તજવીજ શરૂ કરી છે.
મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મોરબીના વાવડી રોડ ઉપર આવેલ સોસાયટી વિસ્તારમાં રહેતા પરિવારની ૧૫ વર્ષની દીકરીનું બાજુમાં પાડોશી તરીકે રહેતા શખ્શ દ્વારા અપહરણ કરી જવામાં આવ્યું હોવાનું હાલ સામે આવ્યું છે.જેમાં ભોગ બનનાર સગીરાની માતા દ્વારા એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સંદીપ ગોકરણભાઈ પાસવાન (મૂળ રહે.નિરવા તા.જાનવા જી.બલરામપુર ઉત્તરપ્રદેશ હાલ રહે.વાવડી રોડ મોરબી) સામે ફરિયાદ નોંધાવેલ છે.જેથી પોલીસે અપહરણ સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે.જેની તપાસ એ ડિવિઝન પોલીસ મથકના પીએસઆઇ સી.એચ.સોંદરવા ચલાવી રહ્યા હોવાનું જાણવા મળેલ છે.
(12:29 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
