<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 13th January 2026

વાંકાનેરમાં ૧૨૦૦ થી વધુ અંધ-અપંગ ગૌમાતાની સેવા ચાકરી

માતા-પિતા જે રીતે સંતાનોની કાળજી રાખે છે તેવી જ રીતે સંચાલકો દ્વારા ગૌમાતાની સંભાળ

(લિતેશ ચંદારાણા દ્વારા) વાંકાનેર તા. ૧૩: સમગ્ર ગુજરાતમાં એક માત્ર આદર્શરૂપ અને રાજયના ત્રણ-ત્રણ મુખ્‍યમંત્રીશ્રી ધ્‍વારા સન્‍માનીત થયેલ અંધ-અપંગ અશકત ગૌમાતાની સેવાની જયોત પ્રસરાવતી સંસ્‍થા વાંકાનેરના જીનપરા વિસ્‍તારમાં અંધ-અપંગ ગૌ આશ્રમ ટ્રસ્‍ટના નામે આવેલી છે.

માતા-પિતા જે કાળજીથી તેમના સંતાનોની સંભાળ રાખે તેથી પણ વિશેષ આ ગૌમાતાઓની સંચાલકો ધ્‍વારા સંભાળ લેવામાં આવે છે. આ ગૌશાળામાં ગૌમાતાને લીલી-સુકુ ઘાસ ગોળ-ખોળ ઉપરાંત દરેક ગાયનું શારિરીક સ્‍વાસ્‍થય જળવાય રહે તે માટે નિષ્‍ણાંત પશુ ચિકિત્‍સક ધ્‍વારા નિયમીત સારવાર આપવામાં આવે છે. ઉપરાંત આજુબાજુના વિસ્‍તારમાં કોઈપણ જગ્‍યાએ એકસીડન્‍ટથી ઘાયલ થયેલ ગૌમાતાઓને સંસ્‍થા ધ્‍વારા તેના જ વાહનમાં ગૌશાળાએ લાવીને તાત્‍કાલીક સારવાર આપીને ગૌમાતાને બચાવવાના ઘનિષ્ઠ પ્રયાસો કરવામાં આવે છે. સંસ્‍થા ધ્‍વારા ગૌમાતા માટે આઠ એકર જગ્‍યામાં-૨૦ મોટા શેડ, ૅ ૨ શેડ ખાખરીયા હનુમાન તરીકે ઓળખતા વિસ્‍તારમાં તથા વિશાળ ઘાસ ગોડાઉન, પાણી માટેના સુંદર અવેડાઓ, અદ્યતન ઓપરેશન થઈ શકે તેવું દવાખાનું તેમજ પંખીઓ માટે સુંદર ચબુતરો વિગેરેની વ્‍યવસ્‍થા કરવામાં આવી છે.

કુદરતી આપતી હોય કે માનવસર્જીત આપતી હોય દુષ્‍કાળ, ભુકંપ, કોરોના, લમ્‍પીવાયરસ જેવી આપતીના સમયે સંસ્‍થા ધ્‍વારા તાબડતોબ જરૂરીયાતમંદ ગૌમાતાઓ અને સંસ્‍થાઓને મદદરૂપ બની ને ગૌમાતાઓને બચાવવાનો ટ્રસ્‍ટીઓ કાર્યરત રહે છે.

દરરોજના ૧,૨૫,૦૦૦/- રૂા. એક લાખ પચ્‍ચીસ હજાર થી વધુના ખર્ચને પહોંચી વળવા માટે મકરસંક્રાતિના પાવન દિવસે ગૌમાતાઓ માટે દાનની સરવાણી વહાવવા-અંધ અપંગ ગૌઆશ્રમના ટ્રસ્‍ટીઓ, રાજકોટ ગૌસેવા સમિતિ, મોરબી ગૌસેવા સમિતિ, જામનગર ગૌસેવા સમિતિ, ધ્‍વારા અપીલ કરવામાં આવે છે.

દર વર્ષની જેમ આ વર્ષે પણ વાંકાનેરની અંધ-અપંગ ગૌશાળા માટે નીચે મુજબના સ્‍થળો ઉપર ગૌભકતો ગૌમાતા માટે દાન સ્‍વીકારશે.

અંધ અપંગ ગૌશાળા દ્વારા દુષ્‍કાળ, ભુકંપ તેમજ લોકડાઉન જેવા આપતી સમયે અન્‍ય ગો સેવા કરતી સંસ્‍થાઓને પણ લીલા - સૂકા થાસ મોકલી પ્રેરણા રૂપી કાર્ય કરે છે. તા. ૧૪ મી જાન્‍યુઆરી મંકર સંક્રાતિના પાવન દિને રૂઢોની માતા, વસુઓની પુત્રી, ભારતીય સંસ્‍કૃતિના ચાર આધારસ્‍થંભ ગાય, ગંગા, ગાયત્રી અને ગીતા માહેની એક એવી ગોમાતા માટે દાન આપવાનો અનેરો દિવસ ગણવામાં આવે છે. મંકર સંક્રાતિના દિવશે આપવામાં આવેલું દાન અનંત ફળ આપનારૂ બની રહે છે. સૌરાષ્ટ્રના ગૌ પ્રેમી, ગૌ ભકતો, જીવદયા પ્રેમીઓ તથા જેમના મનમાં અબોલ જીવ પ્રત્‍યે માનવતા મહેકે છે એવા સર્વે શુભચિતકો પાસે વાંકાનેર અંધ અપંગ ગૌ આશ્રમના પ્રમુખશ્રી તથા ટ્રસ્‍ટીશ્રીઓ, રાજકોટ ગૌસેવા સમિતિ, મોરબી તથા જામનગર ગો સેવા સમિતિએ દાન માટેની અપીલ કરતા આ અબોલ અંધ-અપંગ ગૌ માતાને સહાય કરી મા ભગવતીને રાજી કરીએ. અને ભગવાન શ્રીકૃષ્‍ણના કૃપાપાત્ર બનીએ. સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્‍છમાં લીલા સુકા ઘાસચારાનો ભાવ પણ દિન પ્રતિદીન વધી રહયો છે ત્‍યારે ગૌશાળાની સ્‍થિતિ દયનીય બની જાય છે ગાયોને નિભાવવાનો ખર્ચ રોજબરોજ વધતો જાય છે ત્‍યારે આવનારા ઉનાળાના દિવસો કાઢવા ગોશાળા ચલાવતી સંસ્‍થાઓને વધુ કષ્ટદાયક દેખાય રહ્યા છે ત્‍યારે ગૌભકતો નો સાથ સહયોગ અતિ આવશ્‍યક હોય ૩૩ કરોડ દેવતાઓ જેનામાં રહેલા છે એવી આપણી આ ગૌમાતાને બચાવવા આવી સંસ્‍થાઓને મદદરૂપ થઈને આપણો મનુષ્‍ય જીવ સાકાર કરીએ.

 વાંકાનેરની અંધ અંપગ ગૌશાળાના ટ્રસ્‍ટીઓએ સમગ્ર સૌરાષ્ટ્ર-ગુજરાતને ગૌસેવાની પ્રેરણા આપતુ જે કાર્ય શરૂ કયું છે, અંધ અપંગ ગૌમાતા ઉપરાંત જુદા જુદા ગામની ગૌશાળાને મદદરૂપ થવા, ગૌમાતાના નિભાવ માટે મકર સંક્રાતિના પાવન દિને મંડપો(છાવણી) નાખવાની પ્રેરણા અને જે સહયોગની જરૂરતમાં સાથ સહકાર આપવાની પણ તૈયારી દર્શાવી છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ વાંકાનેરની અંધ અપંગ ગૌશાળા માટે નીચે મુજબના સ્‍થળો ઉપર ગૌ ભકતો ગૌમાતા માટે દાન સ્‍વીકારશે.

રાજકોટ

મંકર સંક્રાતિના પાવન પર્વ નિમિતે વાંકાનેર અંધ અપંગ ગૌ આશ્રમ ટ્રસ્‍ટ દ્વારા રાજકોટ મધ્‍યે અંબિકા પાર્ક, સ્‍વામીનારાયણ ગુરૂકુળ, સોરઠીયા વાડી (ઘનશ્‍યામભાઈ), કોટેચા ચોક પ્રદિપભાઈ, ગાયત્રી એન્‍જી.કોર્પો., રાધે હોટલ ૧૫૦ ફુટ રીંગરોડ, ઈન્‍દિરા સર્કલ સંતોષડેરી પાસે, પાણીનો ઘોડો પેડકરોડ, ભકિતનગર સર્કલ, ઈન્‍દિરા સર્કલ પટેલ ડેરી પાસે, સાંગણવા ચોક, કોટેચા ચોક (મહિલા ગૃપ), બાલાજી હોલ ૧૫૦ ફુટ રીંગરોડ, જાગનાથ મંદિર, પુષ્‍કરધામ મંદિર, મવડી મેઈનરોડ, અમીનમાર્ગ, પંચનાથ મંદિર, માયાણી ચોક, રૈયા ચોકડી, સાધુવાસવાણી રોડ ગંગોત્રી ડેરી, સોરઠીયાવાડી, રાણીટાવર, ત્રિકોણબાગ, નંદાહોલ, ઝુલેલાલ મંદિર, લીલા ખંડપીઠ, જંકશન પ્‍લોટ, બજરંગ સોડા, સ્‍વામીનારાયણ ચોક, બાપાસીતારામ ચોક, એરોડ્રામ રોડ, કે.કે.વી. હોલ, એસ્‍ટ્રોન સોસાયટી, પંચાયત ચોક, નાણાંવટી ચોક, કિશાનપરા, સદગુરૂ સાનિધ્‍ય ચોક (સંતકબીરરોડ), પેલેસ રોડ આશાપુરા મંદિરની બાજુમાં, ગુંદાવાડી, મવડી મેઈન રોડ (મહિલા ગૃપ), ચિરાગ હોસ્‍પીટલ સામે ૮૦ ફુટ મેઈન રોડ, રૈયારોડ સાધુવાસવાણી રોડ કોર્નર, એસ.એન.કે.ચોક યુનિવર્સિટી રોડ, કાલાવડ રોડ સ્‍વામીનારાયણ મંદિર પાસે, એસ્‍ટોન ચોક, રાજનગર ચોક, ત્રિમુર્તિ બાલાજી મંદિર ૧૫૦ ફુટ રીંગ રોડ, આબલીયા હનુમાન જંકશન, સાધુ વાસવાણી રોડ ભવાની ગોલા સામે, ત્રિવેણી ગેઈટ સંતકબીર રોડ, શીવ ફેમીલી રેસ્‍ટોરન્‍ટ કુવાડવા રોડ, જય ઓટો કન્‍સ્‍લટ ૮૦ ફુટ રોડ, અકીલા ચોક, ગુંદાવાડી ચોરા પાસે, રામપીર ચોકડી, રામેશ્વર ચોક, આમ્રપાણી ફાટક પાસે, બાલા હનુમાન કરણસિહજી રોડ, નાના મવા રોડ, મવડી મેઈન રોડ ખોડીયાર ડેરી પાસે, શેઠનગર મોદી એસ્‍ટેટ, ગોંડલ ચોકડી, ગ્રીનલેન્‍ડ ચોકડી તેમજ 

 મોરબી

મોરબીમાં ખોડિયાર રેસ્‍ટોરન્‍ટ જુના બસસ્‍ટેન્‍ડ પાસે, સદગુરૂ મીલ્‍ક પોઈટ શનાળા રોડ, દીના પ્રોવિઝન વર્ધમાન રેડીડન્‍ટ કેનાલ રોડ, પટેલ મેડીકલ રવાપર રોડ, ગાંધીચોક પેટ્રોલ પંપની બાજુમાં, મયુરપાન પંચવટી સોસાસટી નવયુગ સ્‍કુલ પાસે, ડાયમંડ માકેટ રવાપરરોડ, નવા બસસ્‍ટેન્‍ડ પાસે સરદાર સ્‍ટેચ્‍યુ, શકિત પુષ્‍પ ભંડાર ગ્રીનચોક, લીલા લહેર રવાપરરોડ, ઉમીયા સર્કલ શનાળા રોડ, શ્રીજી પાર્ક-૨, રવિ પાર્ક-૨, વાવડીરોડ, આર્દશ સોસાયટી સરદાર બાગ, ભાવિકા પ્રોવિઝન ગોપાલ સોસાયટી, મારૂતી જનરલ ઋષભનગર, રાજા મેડીકલ સ્‍ટોર સાવસર પ્‍લોટ મેઈનરોડ, બાલાજી પ્રોવિઝન માધાપર ઝાંપા સામે, જાગૃતિ નોવેલ્‍ટી શકિત પ્‍લોટ, નજરબાગ રેલ્‍વે સ્‍ટેશન, આકાશ એપાર્ટમેન્‍ટ લખધીરવાસ, ગેંડા સર્કલ, એવન્‍યુ પાર્ક રવાપર રોડ, મહેશ્વરી મેડીકલ રાજનગર, ખોડીયાર પ્રોવિઝન કુબેરનગર, નહેરૂ ગેઈટ ચોક, સ્‍વાગત હોલ કેનાલ ચોકડી રવાપરરોડ, સ્‍વામી નારાયણ મંદિર શનાળારોડ, સિધ્‍ધી વિનાયક ધુનડા, અવધ શ્રીકુંજ સોસાયટી, બાલાજી પ્રોવિઝન અવની ચોકડી, ડો. દિલિપભાઈ ભટ્ટ ન્‍યુ ગુજ. હા., પસંદ ચા-નવા ડેલા રોડ, ઉત્‍સવ પ્રોવિઝન પાટીદાર ટાઉનશીપ, રઘુવીર એસ.ડી.પી.સી.ઓ. વસંત પ્‍લોટ, બંસીધર ડેરી ફાર્મ મહેન્‍દ્રનગર ચોકડી, ઉમા ટાઉન શીપ ચોક મોરબી-૨, વૃંદાવન પાર્ક ગેઈટ મોરબી-૨, વૃષભ નગર ગેઈટ મોરબી-૨, રામદૂત પાન-શ્રીમદ રાજનગર પંચાસરરોડ, સરદાર નગર

 સુરેન્‍દ્રનગર

સુરેન્‍દ્રનગરમાં અમર સેલ્‍સ કંપની જુના ગેઈટ સ્‍ટેશન પાસે, રાજ મંદિર પાસે-મલહાર ચોક, માતૃશ્રી કોમ્‍પ્‍લેક્ષ રતનપર (જોરાવરનગર) ક્રોઝવે પાસે, દિપ ચશ્‍મા ઘર ન્‍યુ અંડર બ્રીજ પાસે, ૮૦ ફુટ રોડ નવરંગ સોસાયટી પાસે, નવા જંકશન રોડ કુન્‍ટુનાથ દેરાસર ચોક પાસે, તેમજ વાંકાનેર માં શ્રી અંધ અપંગ ગે આશ્રમ ની ઓફીસ જીનપરા, જયશ્રી રામ દુગ્‍ધાલય (ભાઈલાલભાઈ પેંડાવાળા)તેમજ જીતુભાઈ સોમાણી ગૃપ મારકીટ ચોક, ગૌશાળા ઓફીસ, ગોપાલવાડી રાજાવડલા ઓફીસ તેમજ

જામખંભાળીયા

જામખંભાળીયા મુકેશભાઈ પંચમતિયા તેમજ ગોસેવા સમિતી સાગર એન્‍ટરપ્રાઈઝ પોષ્ટ ઓફીસ રોડ,

વાંકાનેરની અંધ અપંગ ગૌ માતાઓ માટે ઉપરોકત સ્‍થળે દાન સ્‍વીકારવા માટે છાવણીઓ (મંડપ) ઉભા કરી વ્‍યવસ્‍થા ગોઠવવામાં આવે છે.જેમાં સેવાભાવી કાર્યકરો ઉપસ્‍થિત રહી દાન સ્‍વીકારશે. આ ઉપરાંત વાંકાનેર, મોરબી, રાજકોટ, જામનગર, સુરેન્‍દ્રનગર, જામખંભાળીયા, વિગેરે ગામોમાં ગૌ સેવા પ્રચાર રથ પણ ફરશે.

(10:01 AM IST)