<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 13th January 2026

ગોંડલ નગરપાલિકા તથા મહેતા પબ્‍લીસીટી દ્વારા ઓપન સૌરાષ્‍ટ્ર અંતાક્ષરી કોમ્‍પીટીશન યોજાઈ

રાજકીય અગ્રણીઓ અને સામાજીક સંસ્‍થાઓના વડાઓની ઉપસ્‍થિતિમાં વિજેતાઓને ઇનામો અપાયાઃ નવનિયુક્‍ત ગોંડલ પત્રકાર સંધના હોદ્દેદારોનું સન્‍માન

(જયસ્‍વાલ ન્‍યુઝ દ્રારા) ગોંડલ, તા.૧૩: ગોંડલ સર ભગવતસિંહજી ટાઉન હોલ ખાતે તા.૧૧ ને રવિવારના રોજ ગોંડલ નગરપાલિકા તથા મહેતા પબ્‍લીસીટી દ્વારા આયોજીત ઓપન સૌરાષ્‍ટ્ર અંતાક્ષરી કોમ્‍પીટીશન યોજાઈ હતી જેમાં ૪૨ જેટલી ટીમોએ ભાગ લીધો હતો વિજેતાઓને ઉપસ્‍થિત અગ્રણીઓના હસ્‍તે ઈનામો એનાયત કરવામાં આવ્‍યા હતાં

ગોંડલનાં ટાઉન હોલ ખાતે નગરપાલિકા તથા મહેતા પબ્‍લીસીટી દ્વારા ઓપન સૌરાષ્‍ટ્ર અંતાક્ષરી કોમ્‍પીટીશન યોજાઈ હતી જેમાં ગોંડલ રાજકોટ જામનગર જેતપુર ધોરાજી જુનાગઢ શ્રીનાથગઢ સહિતના શહેરોમાંથી ફિલ્‍મી ગીત રસીયાઓએ ભાગ લીધો હતો ૪૨ જેટલી ટીમો વચ્‍ચે મુખડા બોલ શબ્‍દો તેમજ મ્‍યુઝિક વચ્‍ચે ગીત પકડી રમઝટ બોલી હતી સવાર થી સાંજ સુધી ચાલેલા કાર્યક્રમમાં ગોંડલ નગરપાલિકા પ્રમુખ અશ્વિનભાઈ રૈયાણી ઉપપ્રમુખ કારોબારી ચેરમેન ક્રિપાલસિંહ જાડેજા નાગરિક બેંકના પૂર્વ ચેરમેન અશોકભાઈ પીપળીયા ગોંડલ શહેર ભાજપ પ્રમુખ સમીરભાઈ કોટડીયા મહિલા મોરચા પ્રમુખ ખોડલધામ સમિતિના બહેનો ગોંડલ શિક્ષણ સમિતિના સભ્‍યો સહિતના ભાજપના અગ્રણીઓ ઉપસ્‍થિત રહ્યા હતાં

ઓપન સૌરાષ્‍ટ્ર અંતાક્ષરી કાર્યક્રમમાં ગોંડલ નવનિયુક્‍ત પત્રકાર સંધના પ્રમુખ વિશ્વાસ ભોજાણી ઉપપ્રમુખ ગૌરાંગ મહેતા મહામંત્રી આશિષ વ્‍યાસ સંકેત બરવાડીયા સાગર કાચા રવિ રામાણી કલ્‍પેશ સાકરીયા ધ્રળવભાઈ કાછડીયા પળથ્‍વીસિંહ જાડેજા સહિતના હોદ્દેદારોનું ફુલહાર પુષ્‍પ ગુચ્‍છથી સન્‍માનવામાં આવ્‍યા હતાં

ઓપન સૌરાષ્‍ટ્ર અંતાક્ષરીને સફળ બનાવવા પ્રોજેક્‍ટ ચેરમેન નિતાબેન મહેતા મયુરભાઈ મહેતા સહિતની ટીમે જહેમત ઉઠાવી હતી.

(10:09 AM IST)