<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 13th January 2026

રાણાવાવ તથા ઘેડ પંથકના ખેડૂતોમાં ખુશીઃ સિંચાઇ માટે ભાદર તથા ખીરસરા ડેમમાંથી પાણી છોડાશે

અર્જુનભાઇ મોઢવાડિયા, ડો.ચેતનાબેન તિવારી તથા બાબુભાઇ બોખીરીયાની ભલામણ બાદ સરકાર દ્વારા નિર્ણય : ડેમમાંથી સિંચાઇ માટે પાણી છોડવા નિયત ચાર્જને બદલે વિનામુલ્‍યે પાણી અપાશે

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા.૧૩: રાણાવાવ તાલુકા તથા ઘેડ પંથકમાં સિંચાઇ માટે ભાદર ડેમ તથા ખીરસરા ડેમમાંથી પાણી છોડવાનો નિર્ણય લેતા આ વિસ્‍તારના ખેડૂતોમાં ખુશી છવાય છે.

સરકાર દ્વારા ખેડૂતોને સિંચાઈ માટે ભાદર ડેમ અને ખીરસરા ડેમમાંથી પાણી છોડવા બાબતે કેબિનેટમંત્રી અર્જુનભાઈ મોઢવાડીયા સહીત પોરબંદર જિલ્લા ભાજપના આગેવાનો એ સરકારમાં ભલામણ કરી હતી જે અનુસંધાને ખેડૂતો ના હિત માટે ડેમમાંથી સિંચાઇ માટે પાણી છોડવાનો આ નિર્ણય લેવામાં આવ્‍યો છે જેનાથી રાણાવાવ તાલુકા સહીત ઘેડ પંથક ના ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

રાજ્‍યકક્ષાના પાણી પુરવઠા મંત્રી ઈશ્વરભાઈ પટેલને ગુજરાતના કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડીયા, જિલ્લા ભાજપ પ્રમુખ ડો. ચેતનાબેન તિવારી , પૂર્વકેબિનેટમંત્રી બાબુભાઇ બોખીરીયા, જિલ્લા ભાજપ મહામંત્રી અશોકભાઈ મોઢા, પોરબંદર જિલ્લા ભાજપ પૂર્વ પ્રમુખ રમેશભાઈ પટેલ , ગોપાલભાઈ કોઠારી અને ગોપાલભાઈ ભાદરખા વગેરે એ પાણી છોડવા માટે ભલામણ કરી હતી, જે અનુસંધાને પાણી છોડવામાં આવશે જેથી ખેડૂતો ને ખેતી માટે પૂરતો લાભ મળી રહેશે.

આ વિસ્‍તારના ખેડૂતોએ કેબિનેટમંત્રી અર્જુનભાઈ મોઢવાડીયા સહીત આગેવાનોનો આભાર વ્‍યક્‍ત કર્યો છે. આ ડેમમાંથી પાણી છોડાવવા માટે નિયત ફી ભરવી પડતી હોય છે પરંતુ સરકારશ્રી દ્વારા વિનામૂલ્‍યે પાણી છોડીને ખેડૂતોના હિતમાં નિર્ણય લેવામાં આવેલ છે.

(10:37 AM IST)