હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ઠંડીમાં સામાન્ય ઘટાડો : ગિરનાર ૭.૪, નલીયા ૭.૬ ડીગ્રી
રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં લઘુતમ તાપમાનમાં ર થી ૩ ડીગ્રીનો વધારો

રાજકોટ, તા., ૧૩ : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ઠંડીમાં સામાન્ય ઘટાડો નોંધાયો છે. આજે ગિરનારમાં ૭.૪, નલીયા ૭.૬, જામનગરમાં ૧૦.ર, રાજકોટમાં ૧૧.૧ ડીગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે.
જુનાગઢ
(વિનુ જોષી દ્વારા) જુનાગઢઃ આજે સવારે તાપમાનમાં વધારો થતા ગિરનાર પર ઠંડી ઘટીને ૭.૪ ડીગ્રી નોંધાઈ હતી.
નવા સપ્તાહના પ્રથમ દિવસ સોમવારે ગિરનાર પરનું તાપમાન ૬ ડિગ્રી રહ્યા બાદ આજે સવારે લઘુતમ તાપમાનનો પારો ૧.૪ ડિગ્રી ઊંચકાઈને ૭.૪ ડિગ્રી સ્થિર થતા ઠંડીમાં આંશિક ઘટાડો થયો હતો.
જ્યારે જુનાગઢ શહેરમાં પણ લઘુતમ તાપમાન વધીને ૧૨. ૪ ડિગ્રી નોંધાયો હતું પરંતુ વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૮૦ ટકા રહેતા ગુલાબી ઠંડીનું જોર રહ્યું હતું જ્યારે પવનની પ્રતિ કલાકની ઝડપ ૪.૯ કિલોમીટરની રહેવા પામી હતી.
જામનગર
(મુકુંદ બદીયાણી દ્વારા) જામનગર : બાજરા સંશોધન કેન્દ્ર જામનગર તરફથી મળેલ તાપમાનની વિગત નીચે મુજબ છે. લઘુતમ તાપમાન ૧૦.ર ડીગ્રી, મહતમ તાપમાન રપ ડીગ્રી ભેજનું પ્રમાણ ૬૩ ટકા, પવનની ગતી પ.પ કિ.મી. છે.
ભાવનગર
(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગરઃ ગોહીલવાડ પંથકમાં ઠંડીનું પ્રમાણ ઘટયું છે. આજે મંગળવારે ભાવનગર શહેરનું લઘુતમ તાપમાન વધીને ૧પ.૬ ડીગ્રી નોંધાયું હતું. સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૭૮ ટકા રહયું હતું. જયારે પવનની ઝડપ ૧૦ કી.મી. પ્રતિ કલાકની રહી હતી. (૪.૪)










છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
