News of Tuesday, 13th January 2026
સુરેન્દ્રનગરમાં જીઆઇડીસી ફાળવાઇ પરંતુ ઉદ્યોગો ન આવ્યાઃ કોંગ્રેસનો આક્ષેપ
સુરેન્દ્રનગર જીલ્લામાં બેરોજગારીની સંખ્યામાં દિન પ્રતિદિન વધારો થતા ચિંતાઃ કેન્દ્ર-રાજય સરકાર યોગ્ય કરે તેવી માંગ

(ફઝલ ચૌહાણ દ્વારા વઢવાણ તા. ૧૩ :. તાજેતરમાં રાજકોટ ખાતે વાઇબ્રન્ટ કોન્ફરન્સ યોજવામાં આવ્યું હતું જેમાં વડાપ્રધાન અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સહિત નેતાઓ અને ઉધોગકારોએ પણ હાજરી આપી હતી જેમાં સૌરાષ્ટ્ર કચ્છ નો વિકાસ થાય તે માટેના નિર્ણાયક પગલાંઓ ભરવા અંગેની જાહેરાતો કરવામાં આવી હતી જેમાં ગુજરાત રાજ્યના ૭ જિલ્લાઓમાં ૧૩ નવી જીઆઇડીસીઓ બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી જેમાં સુરેન્દ્રનગર રાજકોટ મોરબી કચ્છ જામનગર ભાવનગર અને અમરેલી નો સમાવેશ કરવામાં આવ્યો હતો ૩,૫૪૦ એકર જમીનમાં નવા સ્માર્ટ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટ્રેટની જાહેરાત કરવામાં આવી હતી.
આ મુદ્દે કોંગ્રેસ દ્વારા ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે સુરેન્દ્રનગર જિલ્લામાં એક તરફ બેરોજગારી સતત વધતી જઈ રહી છે વઢવાણ જીઆઇડીસી વિસ્તાર આવેલા છે ત્યાં પણ ઔદ્યોગિક એકમો બંધ થતા જઈ રહ્યા છે ઙ્કાથમિક સુવિધાઓ ન મળતી હોવાના કારણે અને રોડ રસ્તા પાણી અને સ્ટ્રીટ લાઈટ સહિતની સુવિધાઓ ન હોવાના કારણે અને કાચો મટીરીયલ્સ આવે ત્યારે તેને નુકસાન પહોંચી રહ્યું હોવાના કારણે વઢવાણ જીઆઇડીસી વિસ્તારના ઉદ્યોગો પણ બંધ થતા જઈ રહ્યા છે.
બીજી તરફ સુરેન્દ્રનગરના વણોદ ગામે ૨૦૧૭માં જીઆઇડીસી સ્થાપિત કરવામાં આવી છે પરંતુ ત્યાં આ જ દિન સુધી એક પણ ઉદ્યોગો આવ્યો નથી ૮ વર્ષ થઈ ગયા રોડ રસ્તાઓ બનાવી નાખવામાં આવ્યા પરંતુ આજ દિન સુધી ત્યાં કોઈ પણ પ્રકારનો ઉદ્યોગ શરૂ કરવામાં આવ્યો નથી ગ્રામજનોની કીમતી જમીનો ઉદ્યોગિક એકમોને ફાળવી દેવામાં આવી છે પરંતુ તેનાથી ગામને કોઈ પણ પ્રકારનો લાભ નથી થઈ રહ્યો અને કોઈ પણ પ્રકારની રોજગારીની તકો પણ નથી સર્જાઈ રહી રસ્તાઓ બની ગયા અને પ્લોટની ફાળવણી આજ દિન સુધી નક્કી નથી કરવામાં આવી જેને લઇને ઔદ્યોગિક એકમોને પ્લોટ પણ નથી ફાળવવામાં આવ્યા જેને લઇને આજ દિન સુધી નવી જીઆઇડીસી બની પણ ઔદ્યોગિક એકમો નથી આવ્યા.
ત્યારે આ મુદ્દે કોંગ્રેસ પક્ષ દ્વારા ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે નવી જીઆઇડીસીઓ બનાવવા માટે જાહેરાતો કરવામાં આવે છે અને બેનરો પણ લગાવી દેવામાં આવે છે માત્ર આજુબાજુમાં આવેલી રાજકીય આગેવાનોની જમીનોના ભાવ બમણા થાય અને તેમને લાભ થાય તેવા આશ્રય સાથે જીઆઇડીસી ની રચનાઓ કરવામાં આવી રહી છે આજુબાજુના લોકોને રોજગારી અને કોઈપણ ઙ્કકારનો અન્ય લાભ ન થતા હોવાનો આક્ષેપ પણ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો છે માત્ર જમીનોના ભાવ ઉચકાવા અને રાજકીય નેતાઓને ફાયદો થાય તે પ્રકારે જીઆઇડીસી ની સ્થાપનાઓ કરવામાં આવતા હોવાનો પણ ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે.
સુરેન્દ્રનગર જિલ્લાની જીઆઇડીસી વિસ્તારોમાં જે ઔદ્યોગિક એકમો બંધ હાલતમાં છે તે ચાલુ કરવાના ઙ્કયાસો તંત્ર કરે અને નવી બનાવવામાં આવેલી જી.આઈ.ડી.સી માં ઉદ્યોગો તાત્કાલિક આવે તે ઙ્કકારના ઙ્કયાસો સરકાર કરે તેવી માંગ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે.
(11:50 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
