<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 13th January 2026

સુરેન્‍દ્રનગર- ધ્રાંગધ્રા હાઇ-વે ઉપર અકસ્‍માતમાં દંપતિનું મોત

કટુડા ગામના પાટીયા પાસે બોલેરો અને પેસેન્‍જર રિક્ષા વચ્‍ચે અકસ્‍માત સર્જાયો

(ફઝલ ચોૈહાણ દ્વારા) વઢવાણ તા.૧૩: સુરેન્‍દ્રનગર ધાંગધ્રા હાઇવે પાસે કટુડા ગામના પાટીયા પાસે રીક્ષા અને પેસેન્‍જર ભરેલી પીકપવાન વચ્‍ચે ગંભીર અકસ્‍માત સર્જવાવા પામ્‍યો હતો જેમાં દંપતીના મોત થવા પામ્‍યા છે જેમાં પત્‍નીનું ઘટના સ્‍થળ ઉપર કમ કમાટી ભર્યું મોત નીપજ્‍યું હતું જ્‍યારે પતિની હાલત ગંભીર હોવાના કારણે તાત્‍કાલિક અસર તેને સાર્વજનિક દવાખાને ખસેડવામાં આવ્‍યો હતો પરંતુ સારવાર કારગત નો નિવરતા અંતે પતિનું પણ મોત નીપજ્‍યું હતું આમ આ અકસ્‍માતમાં દંપતીના મોત નિપજ્‍યા છે ત્‍યારે પોલીસ સૂત્ર પાસેથી જાણવા મળતી વિગતો અનુસાર સુરેન્‍દ્રનગર જિલ્લામાં સુરેન્‍દ્રનગર-ધાંગધ્રા હાઇવે પર કટુડા ગામના પાટિયા પાસે ગમખ્‍વાર માર્ગ અકસ્‍માત સર્જાયો હતો. બોલેરો પીકઅપ અને પેસેન્‍જર ભરેલી રિક્ષા વચ્‍ચે થયેલી ભયાનક અથડામણમાં એક દંપતીનું કરુણ મોત નીપજ્‍યું છે.

મળતકોની ઓળખ ૩૨ વર્ષીય સંગીતા મારૂણીયા અને તેમના પતિ ૩૪ વર્ષીય જીગ્નેશ મારૂણીયા તરીકે થઈ છે. સંગીતાબેનનું ઘટનાસ્‍થળે જ મોત નીપજ્‍યું હતું, જ્‍યારે જીગ્નેશને ગંભીર હાલતમાં સારવાર માટે ખસેડવામાં આવ્‍યા હતા, જ્‍યાં તેમનું પણ મોત થયું હતું. આ દંપતી રિક્ષામાં મુસાફરી કરીને પરત ફરી રહ્યું હતું ત્‍યારે અકસ્‍માતનો ભોગ બન્‍યું હતું. ત્‍યારે આ અકસ્‍માત સર્જાતા અને ઘટના સ્‍થળ ઉપર મહિલાનું મોત અને ત્‍યારબાદ તેના પતિનું મોત થતા ઘટના સ્‍થળ ઉપર પણ લોકોના ટોળેટોળા ઉંમટી પડ્‍યા હતા અને હેરાતેભર્યો માહોલ જોવા મળી રહ્યો હતો.

અકસ્‍માત બાદ આસપાસના લોકોએ તાત્‍કાલિક મદદ કરી પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટનાસ્‍થળે પહોંચી પતિ-પત્‍નીના મળતદેહોને ગાંધી હોસ્‍પિટલ ખાતે પોસ્‍ટમોર્ટમ માટે ખસેડ્‍યા હતા. હાલ પોલીસે અકસ્‍માતના કારણો અને વધુ તપાસ હાથ ધરી છે.

(11:50 AM IST)