<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 13th January 2026

ધોરાજીના ગુંદાળા પાસે કાર નીચે ઉતરી જતા પતિની નજર સામે પત્‍નિનું મોત

મૃતકના લગ્ન હજુ ૯ મહિના પહેલા જ થયા'તા

(ધર્મેન્‍દ્ર બાબરીયા દ્વારા) ધોરાજી તા. ૧૩ :.. ધોરાજીના ગુંદાળા પાસે જેતપુર તરફથી કારમાં આવતા શુભમ મહેશભાઇ કાપડીયા અને તેમના પત્‍ની મીતાલીબેન અરવિંદભાઇ આસોદરીયા ઉ.ર૩ (મીતાલીબેન શુભમભાઇ કાપડીયા) બન્ને જેતપુર તરફથી ધોરાજી બાજુ આવતા મોડી રાત્રે ગુંદાળા પાસે એકવાટીક હોટલ પાસે કાર રોડ નીચે ઉતરી ગઇ હતી.

જેમાં મીતાલીબેન અરવિંદભાઇ આસોદરીયા (મીતાલીબેન શુભમ કાપડીયા) બન્ને ગંભીર ઇજાઓ થવાથી બન્ને ધોરાજી સરકારી હોસ્‍પીટલ ખાતે સારવારમાં લાવતા  મીતાલીબેનનું કરૂણ મૃત્‍યુ થયેલ હતું.

તેનું પી. એમ. ધોરાજી સરકારી હોસ્‍પીટલ ખાતે કરાયું હતું. જયારે શુભમ કાપડીયાને ગંભીર હાલતમાં જુનાગઢ ખાતે વધુ સારવાર માટે ખસેડાયા હતાં આ કરૂણ ઘટનાની જાણ થતા મીત્રો  હોસ્‍પીટલ ખાતે દોડી આવેલ હતાં. આ બનાવ અંગે પોલીસે તપાસ હાથ ધરેલ છે. 

(11:58 AM IST)