News of Tuesday, 13th January 2026
મોરબીની યુ ઍન મહેતા આર્ટસ કોલેજમાં પૂર્વ વિદ્યાર્થી સંમેલન યોજાયું

મોરબી: સર્વોદય ઍજ્યુકેશન સોસાયટી સંચાલિત યુ. ઍન. મહેતા આર્ટ્સ કોલેજ, મોરબી ખાતે પૂર્વ વિદ્યાર્થી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો શુભારંભ ટી.વાયની વિદ્યાર્થીનીઓ સોલંકી ભૂમિકા, સવાડીયા પૂનમ, સોલંકી ભારતીઍ પ્રાર્થના થકી કર્યો હતો. મુંબઈ અને દિલ્હીથી દૂર દૂરથી પણ વિદ્યાર્થીઓ ઉત્સાભેર કાર્યક્રમનો આનંદ માણવા આવ્યા હતા. પ્રાસંગિક અધ્યાપક પ્રો. કે. આર. દંગીઍ કર્યું હતું. ત્યારબાદ ઉપસ્થિત પૂર્વ વિદ્યાર્થીઓઍ પોતાના સંસ્મરણો વાગોળ્યા હતા. જેમાં ગુજરાતી સાહિત્યના પ્રસિદ્ધ લેખક નીતિનભાઈ વડગામા, ડો. રાજેશ મકવાણા, ડૉ. સતીશ ડાંગર, જયેશભાઈ દવે, ડૉ. ભાવેશ જેતપરિયા, ડૉ. મયુર જાની વગેરે સિદ્ધ હસ્તીઓ ઉપસ્થિત રહ્ના હતા. નીતિનભાઈ વડગામા અને ડો. રાજેશ મકવાણાઍ પણ પોતાના વિદ્યાર્થી કાળના, તે સમયના ગુરુજનોના પોતાના સંસ્મરણો સર્વે મિત્રો સમક્ષ વાગોળ્યા હતા. સર્વોદય ઍજ્યુકેશન સોસાયટીના મંત્રી રજનીભાઈ મહેતા તેમજ ટ્રસ્ટી દેવાંગભાઈ દોશી પણ ઉપસ્થિત રહ્ના હતા. કોલેજના આચાર્ય ડૉ.રામભાઈ વારોતરીયાઍ પૂર્વ વિદ્યાર્થીઓને કાર્યક્રમમાં જોડાવા સંદર્ભે અભિનંદન પાઠવ્યા હતા. પ્રા .જે ઍમ કાથડ, ઍન ઍસ ઍસ પ્રોગ્રામ ઓફિસર ડૉ. અતુલભાઇ ધ્રુવ, ડૉ. નાજાભાઈ કોડીયાતર તથા સ્ટાફ પરિવાર અને ઍન ઍસ ઍસના સ્વયંસેવકોઍ જેહમત ઉઠાવી હતી. સંચાલન ડો.કવિતાબા ઝાલાઍ કર્યું હતું. પરિસરમાં ક્લાસરૂમમાં અને પુસ્તકાલયમાં બેસીને પૂર્વ વિદ્યાર્થીઓઍ પોતાના જુના સંસ્મરણો તાજા કરી ઉત્સાહભેર કાર્યક્રમને માણ્યો હતો.(૨૩.૧૭)
(12:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
