હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Tuesday, 13th January 2026
જામનગર શહેરમાં પતંગ ના દોરાથી વધુ એક યુવક ઘાયલ: જી.જી હોસ્પિટલમાં સારવાર અપાઇ
નવા બ્રિજ ઉપરથી બાઈક લઈને જઈ રહેલા દર્શિત પરમારને કપાળના ભાગે આંખની ઉપર એકાએક પતંગની દોર ખેંચાવાથી કાપો પડી ગયો અને ઇજાગ્રસ્ત બન્યો

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા ૧૩ : જામનગર શહેરમાં પતંગના દોરાથી ઘાયલ થવાની ઘટનામાં વધારો થયો છે, અને આજે એક વધુ યુવાન પતંગના દોરા ના કારણે ઘાયલ થયો છે, અને ઇજાગ્રસ્ત હાલતમાં જીજી હોસ્પિટલમાં ખસેડાયા પછી તેને સારવાર અપાઇ છે.
જામનગરના નવા બ્રિજ ઉપરથી બાઈક લઈને જઈ રહેલા દર્શિત પરમાર નામના યુવાનને કપાળના ભાગે આંખની ઉપર એકાએક પતંગની દોર ખેંચાવાથી કાપો પડી ગયો હતો, અને ઇજાગ્રસ્ત બન્યો હતો.
જેને તાત્કાલિક અસરથી લોહી નીતરતી હાલતમાં સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં લઈ જવાયો હતો, અને તેને પ્રાથમિક સારવાર અપાઇ હતી. જોકે હાલ તેને રજા આપી દેવાઇ છે, અને પોતાના ઘેર પહોંચ્યો છે.
(12:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
