હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
અખબારોની ભૂમિકા સમાજ અને સરકાર વચ્ચે સેતુરૂપ : ગ્રામીણ પત્રકારત્વની મહત્વતા સવિશેષ
અમદાવાદ પ્રેસ ઇન્ફર્મેશન બ્યુરોના સહાયક નિર્દેશક સુમન મછાર, વરિષ્ઠ પત્રકાર મણિલાલ પટેલ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી રુબીસિંહ રાજપૂત, જિલ્લા લોકપાલ સુનિલ વિજય વર્ગીય, પીઆઇબીના મીડિયા એન્ડ કોમ્યુનિેકશન ઓફિસર ઇન્દ્રવદનસિંહ ઝાલા વિગેરેની ઉપસ્થિતિમાં મીડિયા વર્કશોપ યોજાયો

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર તા.૧૩: ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયના પ્રેસ ઇન્ફોર્મેશન બ્યૂરો, અમદાવાદ દ્વારા આણંદ જિલ્લાના પત્રકારો માટે એક માહિતીપ્રદ રૂરલ મીડિયા વર્કશોપ ૅવાર્તાલાપૅનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વાર્તાલાપમાં અતિથિ વિશેષ તરીકે આણંદનાં નાયબ જિલ્લા વિકાસ અધિકારી રુબીસિંહ રાજપૂત ઉપસ્થિત રહ્યાં હતા. આણંદ જિલ્લાના લોકપાલ શ્રી સુનીલ વિજય વર્ગીય અને વરિષ્ઠ પત્રકાર શ્રી મણિલાલ પટેલએ પત્રકારોને સંબોધિત કર્યા હતા. પ્રારંભમાં પીઆઈબીના સહાયક નિર્દેશક શ્રીમતી સુમન મછાર દ્વારા સૌનો આવકારી કાર્યક્રમની રૂપરેખા જણાવતા કહ્યું હતું કે લોકકલ્યાણની નીતિઓ અને યોજનાઓ અંગે જાહેર જનતાને અવગત કરીને તે અંગેના તેમના મંતવ્યો સરકાર સુધી પહોંચાડી સરકાર અને જનતા વચ્ચે જીવંત પુલ બનવા અપીલ કરી હતી.
આણંદ જિલ્લાના મનરેગાના લોકપાલ શ્રી સુનીલ વિજયવર્ગીયએ પત્રકારોને વિકસિત ભારત - રોજગાર અને આજીવિકા મિશન (ગ્રામીણ) અંગે વિસ્તળત જાણકારી આપતાં કહ્યું કે, જી રામ જી યોજના એ વિકસિત ગ્રામથી વિકસિત ભારત ૨૦૪૭ સુધી પહોંચવાની યોજના છે. આ ૧૨૫ દિવસના રોજગારની ગેરંટીએ એક લોકપાલ તરીકે સાંભળવી પડતી ૅકામના દિવસો ઓછા પડે છેૅ ની ફરિયાદનું સમાધાન છે. સરકાર દ્વારા આપવામાં આવતી ૧૨૫ દિવસની રોજગારની ગેરંટી સાથે દિવ્યાંગ,સ્ત્રીઓ, ટ્રાન્સજેન્ડર દરેકનું ધ્યાન રાખવામાં આવ્યું છે. વરિષ્ઠ પત્રકાર શ્રી મણિલાલ પટેલે પત્રકારોને ગ્રામીણ પત્રકારત્વનું મહત્વ સમજાવતા કહ્યું કે ભારતમાં આશરે ૫૫૦૦૦ જેટલા સમાચાર પત્રો સ્થાનિક ભાષામાં પ્રકાશિત કરવામાં આવે છે ત્યાં ગ્રામીણ પત્રકારત્વનું મહત્વ ખૂબ વધી જાય છે. અને એક પત્રકાર તરીકેના કેવળ ગ્રામીણ સમસ્યાઓ વિશે સરકારને માહિતગાર કરવી પરંતુ સરકારની યોજનાઓ, જે લોકો માટે છે તે તેમના સુધી પહોંચે તે પણ ધ્યાન રાખવું જોઈએ. કોઈ પણ યોજના સંપૂર્ણ નથી હોતી તેમાં ક્રમિક સુધારા અનુભવના આધારે થતા હોય છે.
જે કામ પત્રકારોના સતત પ્રયાસોથી શકય બને છે. આ અવસર પર શ્રી ઇન્દ્રવદનસિંહ ઝાલા, મીડિયા એન્ડ કોમ્યુનિકેશન ઓફિસર, પીઆઈબી અમદાવાદ એ વિકસિત ભારત - રોજગાર અને આજીવિકા મિશન (ગ્રામીણ) પર એક પ્રેઝન્ટેશન આપ્યું હતું. જેથી યોજના અંગે પ્રવર્તતી ગેરમાન્યતા અને અસંબદ્ધ માહિતીને સંબોધી શકાય અને લોકો સુધી યોજનાની સચોટ માહિતી પ્રસ્તુત કરી શકાય. કાર્યક્રમનો મુખ્ય હેતુ પત્રકારો સાથે સીધો સંવાદ સાધવાનો તેમજ સરકારી માહિતી મેળવવામાં તેમને પડતી તકલીફો અને પડકારોને સમજવાનો હતો. આ દરમિયાન મીડિયા સંબંધિત વિવિધ વિષયો પર નિષ્ણાતો દ્વારા માર્ગદર્શનાત્મક અને માહિતીસભર વક્તવ્યો આપવામાં આવ્યા હતા. કાર્યક્રમના અંત ભાગમાં પત્રકારો દ્વારા પૂછવામાં આવેલ પ્ર‘ોના મહાનુભાવો એ વિસ્તળતમાં જવાબો આપ્યા હતા. આ કાર્યક્રમમાં આણંદ જિલ્લાના પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક માધ્યમના પત્રકારો મોટી સંખ્યામાં જોડાઈને ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
