News of Tuesday, 13th January 2026
મોરબીમાં અનસ્ટોપેબલ વોરિયર્સ એનજીઓ દ્વારા 20 જાન્યુ.એ સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન યોજાશે.
મંગલમય અવસરે કુલ 41 નવદંપતિઓ પ્રભુતામાં પગલાં પાડી પોતાના નૂતન જીવનની શરૂઆત કરશે.

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : સામાજિક સેવામાં કાર્યરત અનસ્ટોપેબલ વોરિયર્સ એનજીઓ દ્વારા આગામી તા. 20/01/2026, મંગળવારના રોજ ખોખરા હનુમાન મંદિર ખાતે 'ચતુર્થ સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન ઉત્સવ'નું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. આ મંગલમય અવસરે કુલ 41 નવદંપતિઓ પ્રભુતામાં પગલાં પાડી પોતાના નૂતન જીવનની શરૂઆત કરશે.
કાર્યક્રમની રૂપરેખા મુજબ, બપોરે 02:30 કલાકે જાનનું આગમન થશે, ત્યારબાદ સાંજે 05:30 કલાકે હસ્તમેળાપ અને 06:30 કલાકે ભોજન સમારંભ યોજાશે.
આ ધાર્મિક અને સામાજિક મહોત્સવમાં અનેક સંતો-મહંતો ઉપસ્થિત રહી આશીર્વચન પાઠવશે. જેમાં પૂજ્ય 1008 મહામંડલેશ્વર કનકેશ્વરી દેવીજી (હરિહર ધામ ખોખરા), મહંત દામજી ભગત (નકળંગ ધામ બગથળા), મહંત પ્રભુ ચરણદાસજી (પ્રદેશ મહામંત્રી-અખિલ ભારતીય સંત સમિતિ) અને મહંત ભાવેશ્વરી માતાજી (રામધન આશ્રમ મહેન્દ્રનગર) ખાસ હાજરી આપશે. મુખ્ય મહેમાન તરીકે પશ્ચિમ ક્ષેત્ર સંઘ સંચાલક ડૉ. ભાડેશીયા ઉપસ્થિત રહેશે.
આ સમૂહ લગ્નમાં વિવિધ દાતાઓના ઉદાર સહયોગથી નવદંપતિઓને કરિયાવરની તમામ આવશ્યક ચીજવસ્તુઓ ભેટ સ્વરૂપે આપવામાં આવશે. આ પ્રસંગે મોરબીના અગ્રણી ઉદ્યોગપતિઓ, રાજકીય અને સામાજિક આગેવાનો તેમજ મોટી સંખ્યામાં મહેમાનો ઉપસ્થિત રહીને આ નવપરિણીત યુગલોને આશીર્વાદ આપશે.
(11:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
