News of Wednesday, 14th January 2026
મોરબી મહાનગરપાલિકા ચુંટણી માટે જાહેર થયેલ વોર્ડ સીમાંકનમાં સુધારાની માંગ.
સમસ્ત બોરિયા પાટી વિસ્તારના રહીશો દ્વારા ચુંટણી કમિશ્નરને રજૂઆત.

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી મહાનગરપાલિકા ચુંટણી માટે તાજેતરમાં વોર્ડનું સીમાંકન અને અનામત બેઠકોની યાદી જાહેર કરવામાં આવી હતી ત્યારે મોરબી સમસ્ત બોરિયા પાટી વિસ્તારના રહીશો દ્વારા વોર્ડ સીમાંકનમાં સુધારા કરવાની માંગ કરવામાં આવી છે.
સમસ્ત બોરિયા પાટી વિસ્તારના રહીશોએ રાજ્યના મુખ્ય ચુંટણી કમિશ્નરને રજૂઆત કરી જણાવ્યું છે કે ગત તા. ૦૮ ના રોજ મહાપાલિકા દ્વારા ચુંટણી માટે શહેરના વોર્ડ સીમાંકન જાહેર કરવામાં આવ્યું છે જેમાં સુધારા કરવા જરૂરી છે જાહેર કરેલ વોર્ડ સીમાંકનમાં બોરિયા પાટી વિસ્તારને વોર્ડ નં ૧૧ અને વોર્ડ ૧૩ એમ બે અલગ અલગ વોર્ડમાં રાખેલ છે બોરીયાપાટી વિસ્તાર એક જ છે જેને એક જ વોર્ડમાં રાખવો જરૂરી છે જેથી સ્થાનિકોના કામ સહેલાઇથી થઇ સકે વોર્ડ ૧૩ માં રાખેલ બ્લોક નં ૦૨૦૫૦૦ મુજબ ચાવડાની વાડી, મેઘાણીની વાડી, હદાણી વાડી, ધુડની વાડી, જગશીની વાડી જેની વસ્તી ૫૭૧ છે તેને વોર્ડ નં ૧૧ માં સમાવેશ કરવામાં આવે.
શહેરના ઘણા વિસ્તારને બે અલગ અલગ વોર્ડમાં રાખવામાં આવ્યા છે કોઈ ચોખવટ નથી કરવામાં આવી કે કઈ શેરી ક્યાં વોર્ડમાં આવે છે જેથી સ્થાનિકોની મુશ્કેલી વધશે જેમકે આલાપ પાર્ક વોર્ડ નં ૧૧ અને વોર્ડ ૧૩ એમ બે અલગ અલગ વોર્ડમાં રાખેલ છે પરંતુ એ દર્શાવેલ નથી આલાપ પાર્ક બાજુમાં આવેલ સાયન્ટીફીક વાડી વિસ્તારને વોર્ડ ૧૨ અને વોર્ડ ૧૩ રાખેલ છે આજુબાજુમાં આવેલ વિસ્તારને 3 અલગ અલગ વોર્ડમાં રાખવાનું કારણ શું ? કોઇપણ એક વિસ્તારને અલગ વોર્ડમાં રાખવાની જગ્યાએ કોઇપણ એક વોર્ડમાં રાખવાની માંગ કરી છે જાહેર કરેલ વોર્ડ સીમાંકનનું ક્ષેત્રફળ આધારિત નકશો જાહેર કરવામાં આવે જેથી જે તે નક્કી કરાયેલ વોર્ડમાં ક્યાં વિસ્તારનો સમાવેશ કરેલ છે તેવી માંગ કરવામાં આવી છે
(7:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
