<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 14th January 2026

મોરબી જીલ્લામાં આપઘાત અપમૃત્યુના પાંચ બનાવો, પાંચના મોત મામલે તપાસ.

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી જીલ્લામાં એક દિવસમાં આપઘાત અને અપમૃત્યુના પાંચ બનાવો બન્યા હતા. પોલીસે આ બાબતે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

પહેલા બાનાવ મુજબ મોરબી કંડલા બાયપાસ નવલખી ફાટક પાસે સિલ્વર સોસાયટીના પાછળના ભાગે ખુલ્લા મેદાનમાં અજાણ્યા પુરૂષ ઉ.વ. ૫૦ થી ૫૫ વર્ષ વાળાનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે મૃતદેહને ઓળખવા કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે મોરબીના ગાળા ગામ ના કાંઠે માધાવીબેન જીતેન્દ્રભાઈ ટીંડોડીયા ઉ વ ૨૩ નામની યુવતી કોઈ કારણોસર ગળાફાંસો ખાઈ લેતા મૃત્યુ પામી હતી. ત્રીજા બનાવ મુજબ રાતીદેવરી ગામડામાં આવેલી એક વાડીમાં કોઈ કારણોસર ઝેરી દવા પી જતા જયાબેન રાકેશભાઇ ડાવર ઉ.વ.૧૬ નામની કિશોરીનું સારવાર દરમિયાન મોત થયું હતું. ચોથા બનાવમાં લગધીરગઢ ગામની સીમ બાલાજી પેક પ્લાસ્ટના પ્રા.લી કંપનીના લેબર ક્વાટરમાં સુતી વખતે હાર્ટ એટેક આવી જતા રંગલાલ રામપતી શર્મા ઉ.વ-૫૮નું મોત નીપજ્યું હતું. જ્યારે ટંકારાના કલ્યાણપુર ગામે ૨૫ વર્ષની માનસિક સમસ્યાઓથી કંટાળી થોભણભાઇ મોહનભાઇ કગથરા ઉ.વ-૬૩ નામના વૃદ્ધે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો.

(7:16 PM IST)