News of Wednesday, 14th January 2026
જામનગર સાયબર ક્રાઇમ પોલીસ વિભાગની ટીમ દ્વારા અલિયાબાડાની વિદ્યાલયમાં સાયબર ક્રાઇમ અવેરનેશ કાર્યક્રમ યોજાયો
વીશીંગ કોલ, ફીશીંગ કોલ, કેક શોપીંગ વેબસાઇટ, ઇન્સ્ટન્ટ લોન ફ્રોડ, ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ, ટાસ્ક ફ્રોડ વિગેરે બાબતે પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન આપી ને સાયબર ફ્રોડ વિશે માહીતગાર કરાયા

જામનગર:જામનગર સાયબર ક્રાઇમ પોલીસ વિભાગની ટીમ દ્વારા રાજકોટ વિભાગના આઇ.જી.પી.અશોક કુમાર યાદવ તથા જામનગર જિલ્લા પોલીસ વડા ડો.રવિ મોહન સૈનીના માર્ગદર્શન હેઠળ અલિયાબાડાની દરબાર ગોકળદાસ શિક્ષણ મહાવિધાલયમાં સાયબર ક્રાઇમ અવેરનેશ સેમિનારનું આયોજન કરાયું હતું,.આ કાર્યક્રમમાં સાયબર સેલના પો.ઇન્સ.આઈ.એ.ધાશુરાએ જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
આ સેમીનારમાં દરબાર ગોકળદાસ શિક્ષણ મહાવિધાલય અલીયાબાડા' ના ૧૦૦ જેટલા વિદ્યાર્થીઓ તથા ૦૫ શિક્ષકોને વિવિધ પ્રકારના સાયબર ક્રાઈમ જેવા કે, વીશીંગ કોલ, ફીશીંગ કોલ, કેક શોપીંગ વેબસાઇટ, ઇન્સ્ટન્ટ લોન ફ્રોડ, ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ, ટાસ્ક ફ્રોડ વિગેરે બાબતે પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન આપી ને સાયબર ફ્રોડ વિશે માહીતગાર કર્યા હતા, તથા તેમાંથી બચવાના ઉપાયો અંગેની મહત્વપુર્ણ ચર્ચા તથા માગદર્શન આપવામાં આવ્યું હતું.
આ સેમીનાર દરમ્યાન વોટ્સઅપ, ફેસબુક, ઇન્સ્ટ્રાગ્રામ તેમજ અન્ય સોશિયલ મીડિયા વેબસાઇટસના સિક્યુરિટી સેટીંગ તથા ઇન્ટરનેટની સુરક્ષા વિશેની માહિતી અપાઈ હતી. તે ઉપરાંત જામનગર સાયબર કાઇમ પોલીસ સ્ટેશનના સોશિયલ મિડિયા એકાઉન્ટ વિશે માહીતી આપી ને લોકોને સાયબર ફ્રોડની નવિન ઘટનાઓ વિશે સતત માહીતગાર રહેવા માટે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન જામનગરની વોટ્સઅપ ચેનલ પર જોડાવવાનો આગ્રહ કરવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમનું પ્રેઝન્ટેશન પોલીસ સબ ઈન્સ્પેક્ટર એચ.કે.ઝાલા દ્વરા કરવામાં આવ્યું હતું. સાથે પોલીસ હેડ કોન્સ હિરલબેન તથા પોલીસ કોન્સટેબલ જોનાબેન હાજર રહ્યા હતા.
(8:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
