<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 15th January 2026

ગઢડાથી દ્વારકા સનાતન ધર્મ ઉત્‍કર્ષ પદયાત્રાનું ભવ્‍યતાથી સમાપન

આવતા વર્ષે સોમનાથ (પાટણ)ની યાત્રા યોજાવાની ધર્મકુળ દ્વારા જાહેરાત કરાતા હરીભક્‍તોમાં હરખની હેલીઃ આચાર્ય અજેન્‍દ્રપ્રસાદ મહારાજ,સમગ્ર ધર્મકુળ,સાધુ સંતો અને હજારો હરીભક્‍તોની હાજરી

(વિજય વસાણી દ્વારા)આટકોટ તા.૧૫: ભગવાન શ્રી સ્‍વામિનારાયણની આજ્ઞાનુસાર મારાં આશ્રિતોએ દ્વારકા આદિ પવિત્ર તિર્થોની યાત્રા અવશ્‍ય કરવી જેના ભાગરૂપે ભગવાન શ્રી સ્‍વામિનારાયણ ૮ માં વંશજ વડતાલ ગાદીના આચાર્ય અજેન્‍દ્રપ્રસાદજી મહારાજ,નવમા વંશજ ભાવિ આચાર્ય નળગેન્‍દ્રપ્રસાદજીમહારાજ લાલજી પુષ્‍પેન્‍દ્રપ્રસાદજી મહારાજ તથા ધર્મકુળ પરિવાર શુભ સંકલ્‍પથી આ ભવ્‍ય પદયાત્રાનું આયોજન કરવામાં આવ્‍યું હતું.

 આ અંઞે માહીતી આપતા છપૈયાસ્‍વામિના જણાવ્‍યાનુસાર ગત તા.૨ નાં સવારે ૬ કલાકે ગઢપુર શ્રી ગોપીનાથજી મહારાજ મંદિર ખાતેથી લાલજી યજ્ઞેન્‍દ્રપ્રસાદજી, દિગ્‍વિજયેન્‍દ્રપ્રસાદજીની હાજરીમાં યાત્રાનાં રથમાં બિરાજમાન શ્રી દ્વારકાધીશ ભગવાન, શ્રી ગોપીનાથજી મહારાજ,શ્રી રાધારમણ દેવની આરતિ કરી યાત્રાનુ પ્રસ્‍થાન કરાવ્‍યું હતું જેમાં અનેક શાંખ યેઞીની બહેનો પણ જોડાયા હતા.

આ યાત્રા એસ.પી.સ્‍વામી તથા શાસ્‍ત્રી સ્‍વામી ઘનશ્‍યામવલ્લભદાસજીના માર્ગદર્શન હેઠળ ૧૨ દિવસે દ્વારકા પહોંચી હતી  જ્‍યાં આચાર્ય અજેન્‍દ્રપ્રસાદજી મહારાજની હાજરી હોવાથી યાત્રીઓ ઝુમી ઉઠ્‍યા હતા.

ધર્મકુળ પરિવાર અને હરિભક્‍તો દ્વારા શ્રી દ્વારકાધીશ મંદિરે ધજાજી ચડાવવા માટે પુજન કરવામાં આવ્‍યું હતું બાદમા ભવ્‍ય શોભાયાત્રા નીકળી હતી.

આ યાત્રાનાં સમાપનમાં વડતાલથી ધર્મકુળ પરિવાર,બન્ને વહુજી, બચુબા, બાબા રાજા, લાલીરાજા, ભાણીબા પણ જોડાયા હતાં.

ઉપરાંત સનાતન ધર્મનાં નિંબાર્કપીઠ લીંબડીથી મહા મંગલેશ્વર શ્રી લલીતકિશોરચરણજી,ચનાવડા સિદ્ધ યોગ પીઠથી માનસરોવરદાસબાપુ, ચાપરડા ધામથી સદાનંદજીબાપુ, ભાસ્‍કરાનંદજી બાપુ જુનાગઢ બિલનાથધામથી ગણેશાનંદજી, નિલકંઠાનદજી મહારાજ, રામદેવપીર ધામ રામપરાથી રાધેકળષ્‍ણબાપુ તેમજ ગઢપુર, જુનાગઢ,વડતાલ આદિ ધામોથી સંતો પાર્ષદો ઉપસ્‍થિત રહ્યા હતાં.

આ પ્રસંગે ગઢપુર નગરપાલિકાનાં પ્રમુખ અને શ્રી દાદા ખાચરનાં વંશજ કિશોરભાઈ ખાચર,લંડન,કેનેડા, અમેરિકાથી પણ હરિભક્‍તો પદયાત્રા માં જોડાયાં હતાં.

યાત્રાનાં સમાપનમાં ધર્મકુળ પરિવાર વતી નળગેન્‍દ્રપ્રસાદજીમહારાજએ આવતાં વર્ષ ધનુર્માસમાં ગઢપુર(ગઢડા)થી સોમનાથ ધામ પદયાત્રા કરવાંનો સંકલ્‍પ જાહેર કરતા હરી ભક્‍તોમાં હરખ છવાઈ ઞયો હતો.

આ યાત્રાથી સનાતન ધર્મ એકતાનો સુંદર સંદેશ ફેલાયો છે દરેક સ્‍થળે યાત્રા નિકળતાં ગ્રામજનોમાં અનેરો ઉત્‍સાહ જોવા મળ્‍યો હતો રોજ ભક્‍તો ગામે ગામથી જોડાયાં હતાં ૧૦૦ વાહનો સાથે સમાપનમાં ૧૫ હજાર ભક્‍તો ઉપસ્‍થિત રહેતા અખીલ ભારતીય આહિર સમાજ વાડી ખાતે કયાંય ચાલવા કે બેસવાની જગ્‍યા રહી ન હતી

સનાતન ધર્મ ઉત્‍કર્ષ પદયાત્રા વ્‍યસન મુક્‍તિ આદિ જીવનની મહત્‍વની વાતનો સંદેશ આપતાં ધર્મનાં મુલ્‍યોનું માર્ગદર્શન રૂપ બેનરો સાથે યાત્રા દ્વારકા પહોચી હતી.

ભગવાન શ્રી સ્‍વામિનારાયણની કર્મ ભૂમિથી ભગવાન શ્રી કળષ્‍ણની કર્મ ભૂમિની આ યાત્રા ઐતિહાસિક રીતે સમાપ્ત થઇ હતી.

યાત્રા દરમિયાન રોજ ભગવાનનાં અખંડ નામ જપ સાથે નિત્‍ય સંતોનાં સત્‍સંગ આદિ ધર્મલાભ મેળવી ભક્‍તો ભાવવિભોર થયા હતા.

૩૪૦ કી.મી.ની આ યાત્રામાં રહેવા જમવાની વ્‍યવસ્‍થા આયોજકો દ્વારા સંપુર્ણ નિઃશુલ્‍ક કરવામાં આવી હતી.

યાત્રાનુ સફળ સમાપન થતા આયોજક એસ.પી.સ્‍વામી,ઘનશ્‍યામવલ્લભદાસજી સ્‍વામીએ ભાવવિભોર થઇ બધાનો આભાર માન્‍યો હતો કાર્યક્રમનુ સંચાલન છપૈયાસ્‍વામિ દ્વારા કરવામાં આવ્‍યુ હતુ. 

(9:54 AM IST)