<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 15th January 2026

ધ્રાંગધ્રામાં ચાઈનીઝ દોરીથી આધેડને ગંભીર ઈજા

વઢવાણ, તા.૧૫: ધ્રાંગધ્રાના હળવદ રોડ વિસ્‍તારમાં ચાઈનીઝ દોરીથી એક આધેડને ગંભીર ઈજા થઈ છે. ગુલામહુશેનભાઈ બેલીમ નામના વ્‍યક્‍તિ મોડી સાંજે પોતાના ટુ વ્‍હીલર પર કામ અર્થે જઈ રહ્યા હતા ત્‍યારે આ ઘટના બની હતી.રસ્‍તા પર લટકતી ચાઈનીઝ દોરી અચાનક તેમની આંખમાં વાગતા  આ ઘટનાને પગલે સ્‍થળ પર અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો.

આસપાસના રાહદારીઓએ તાત્‍કાલિક ઇજાગ્રસ્‍ત આધેડને સારવાર માટે ખસેડ્‍યા હતા.

(10:47 AM IST)