News of Thursday, 15th January 2026
રોંગ સાઇડમાં ચાલતા રિક્ષાએ બાઇકે ફંગોળીને પલટી મારીઃ પતિનું મોતઃ પત્નિ ગંભીરઃ પારડી પાસે બનાવ

વઢવાણ, તા. ૧પઃ પાટડી નજીક ઘાસપુર અને ફુલકી ગામ વચ્ચે બાઇક અને છકડા વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં પતિનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.
અમદાવાદના માંડલ તાલુકાના રખીયાણાના રહેવાસી જતીન રસિકભાઇ ઠાકોર અને તેની પત્ની કોમલબેન ઠાકોર જૈઓ દસાડા તાલુકાના હરિપર ખાતે પત્નીના પિયર આવ્યાં હતા. જે બાદ ફરી જઈ રહ્યા હતા. તે દરમિયાન ફુલકી ઘાસપુર વચ્ચે પુરપાટ રોગસાઈડથી દોડી આવતા છકડાએ તેઓની બાઈકને ટક્કર મારી હતી.
અકસ્માત બાદ જતીન ઠાકોરને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતાં રસ્તા પર લોહીના ખાબોચીયા ભરાઈ ગયા હતા. તેમનું ઘટનાસ્થળે જ મળત્યુ થયું હતું. તેમના મળતદેહને પોસ્ટમોર્ટમ માટે પાટડી સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યારે તેમની પત્નીને હાથ, પગ અને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. તેમને તાત્કાલિક સારવાર અર્થે સોલા સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમની હાલત નાજુક હોવાનું જાણવા મળ્યું છે.
આ ઘટનાને પગલે રોડ પર થોડા સમય માટે ટ્રાફિક જામ સર્જાયો હતો અને લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. પાટડી પોલીસ મથકના સાગર કલોત્રા સહિતનો પોલીસ સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યો હતો. પોલીસે છકડા ચાલક વિરુદ્ધ અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અકસ્માત બાદ બેકાબૂ છકડો રોડ નીચે પલટી ખાઈ ગયો હતો
(10:57 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
