News of Thursday, 15th January 2026
૨૬મી જાન્યુઆરીની જિલ્લા કક્ષાની ઉજવણી કેશોદમાં થશે
જિલ્લા કલેકટર અનિલકુમાર રાણાવસિયાના અધ્યક્ષસ્થાને રાષ્ટ્રીય પર્વની ઉજવણીની પૂર્વ તૈયારીઓના ભાગરૂપે બેઠક યોજાઇઃ પ્રજાસત્તાક દિનની ગરીમામય ઉજવણી સંદર્ભે માર્ગદર્શન કરતા જિલ્લા કલેક્ટર : સંલગ્ન અધિકારીઓ સાથે બેઠક મળી

જૂનાગઢ તા.૧પઃ રાષ્ટ્રીય પર્વ ૨૬મી જાન્યુઆરીની જૂનાગઢ જિલ્લા કક્ષાની ઉજવણી કેશોદના માંગરોળ રોડ પરની આદર્શ નિવાસી શાળા ખાતે કરવામાં આવશે.
આ પ્રજાસત્તાક દિનની ભવ્ય ઉજવણીની પૂર્વ તૈયારીઓના ભાગરૂપે જિલ્લા કલેકટર અનિલકુમાર રાણાવસિયાના અધ્યક્ષ સ્થાને સંલગ્ન અધિકારીઓ સાથે બેઠક યોજાઇ હતી.
આ બેઠકમાં જિલ્લા કલેકટરએ ખાસ રાષ્ટ્રીય પર્વની ઉજવણી ગરીમામય માહોલમાં થાય તે માટે જરૂરી માર્ગદર્શક સૂચનાઓ આપી હતી, તેમણે રાષ્ટ્રીય પર્વની અનુરૂપ સાંસ્કળતિક કાર્યક્રમ, ધ્વજ વંદન ઉપરાંત મંચ અને બેઠક વ્યવસ્થા, પીવાના પાણી, વીજળી, સફાઈ સહિતની આવશ્યક વ્યવસ્થાઓ કરવા સંદર્ભે જરૂરી દિશાનિર્દેશો આવ્યા હતા.
આ રાષ્ટ્રીય પર્વની ઉજવણી લોકલક્ષી બની રહે તે માટે મહાનુભાવોથી માંડી જનસામાન્ય સહભાગી બને તે માટે પણ જરૂરી માર્ગદર્શન કર્યું હતું.
આ બેઠકમાં મ્યુનિસિપલ કમિશનર તેજસ પરમાર, જિલ્લા વિકાસ અધિકારી એચ.પી. પટેલ, આસિસ્ટન્ટ કલેકટર સુ વંદના મીણા, જિલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરા, નિવાસી અધિક કલેકટર સુ બી.એસ. બારડ, પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલ સહિતના જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. (તસ્વીરઃ મુકેશ વાઘેલા, જુનાગઢ)
(11:06 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
